________________
૨૧૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ “ક્ષુધાથી પીડિત હોય તે કાળે જ ભોજન ભલુ લાગે” અર્થાત્ પેટમાં જો ભૂખ ન હોય, પેટ ભરીને ભોજન કરેલું હોય તો શીરો-પુરી કે દુધપાક-પુરી પણ ન ભાવે. વળી ટબામાં જ કહ્યું છે કે “તૃષાથી હોઠ સુકાતા હોય ત્યારે પાણી ભલું લાગે” જો તૃષા મટાડી દીધી હોય પાણી જોઈએ તેટલું પી લીધું હોય પછી કોઈ શેરડીનો રસ કે તેના જેવું મીઠું પાણી આપે તો પણ ન ભાવે. એટલે ખાણી કે પીણી એ સુખરૂપ નથી. પણ ઉત્પન્ન થયેલી ક્ષુધા અને તૃષાની પીડાને શમાવનાર છે માટે દવાની જેમ ભોજન-પાણી લેવું પડે છે. અને મીઠું લાગે છે.
તેવી જ રીતે જેના શરીરમાં કામાગ્નિ (મોહની વાસના) પ્રગટ થઈ છે તે કાળે તે જીવને મૈથુન સેવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. જેણે મૈથુન સેવી લીધું છે અથવા જેનો કામાગ્નિ શાન્ત થઈ ગયો છે તેને મૈથુન સેવવાની ઈચ્છા થતી નથી. તેનો અર્થ એ છે કે મૈથુનમાં સુખ નથી. પણ કામાગ્નિનો પ્રતિકાર માત્ર જ છે.
કોઈપણ સારું ઔષધ અવશ્ય રોગને મટાડે છે. એટલે સારું કહેવાય છે. પણ રોગ હોય તેને મટાડે માટે તેથી તે ઔષધ સારું છે જેનો રોગ મટી ગયો છે તે આત્મા તે જ ઔષધને છોડી દે છે. જો સુખનું જ સાધન હોત તો રોગ મટ્યા પછી પણ દરરોજ ઔષધ લેવાનું ચાલુ જ રાખત પણ આમ નથી બનતું. માટે ઔષધ એ જેમ રોગના પ્રતિકાર માત્રરૂપ છે તેમ પાંચે ઈન્દ્રિયોનાં સુખો એ સુખો નથી. દૂ:ખોનું જ મૂળ છે. માત્ર વર્તમાનકાળાશ્રયી ઔષધની જેમ દુઃખના પ્રતિકારરૂપ તે છે. ઈન્દ્રિયસુખને સુખ માનવું આ મિથ્યા વાત છે. ઝઘડા-કષાય-મારામારી આ બધી ઉપાધિઓ આ સુખને લીધે જ આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
“ક્ષુધાથી પીડાયેલો જીવ માંસથી યુક્ત એવા ભાતને (ભોજનને) આરોગે છે. તૃષાથી મુખ સુકાતું હોય ત્યારે પાણીને અમૃતના સ્વાદતુલ્ય છે આમ સમજીને ગમે તેવું મલીન પાણી પણ પીએ છે અને પોતાના