________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૧૩
એ સુખ નથી પણ દુઃખનું મૂળ છે. ભૂખથી પીડાતો હોય ત્યારે જ ભોજન સુખકારી લાગે છે. તરસ્યો હોય ત્યારે જ પાણી મધુર લાગે છે. જેણે પેટ ભરીને ભોજન કર્યું હોય અને ભૂખ ન હોય તેવાને શીરો-પુરી કે દુધપાક પુરી આપો તો તે કંઈ ખાઈ શકશે નહીં. સ્વાદ માણી શકશે નહીં. પણ જો વધારે શીરો પુરી કે દૂધપાક પુરી ખાવા જાય તો ખાધેલું પણ વમી જાય. માટે ભોજન-પાણીમાં સુખ છે આ વાત જ બરાબર નથી. પણ ક્ષુધાર્તને અને તુષાર્તને ભોજન અને પાણી ક્ષુધાના અને તૃષાના દુઃખનો માત્ર પ્રતિકાર કરનાર જરૂર છે. તેથી મીઠાં લાગે છે.
જેને ઘણી ભૂખ લાગી છે તે ગમે તેવા ભોજનને પણ આરોગે છે. એટલે ભોજન કરવા દ્વારા ભૂખ મટાડવાની જ માત્ર હોય છે. જો ભોજનમાં સુખ જ હોત તો ભોજન કર્યા પછી પણ પેટ ભરેલું હોય તો પણ વધારે વધારે ભોજન કરાવું જ જોઈએ. કારણ કે તમે તેમાં જ સુખ માન્યું છે માટે, પરંતુ આમ બનતું નથી. એટલે જેમ શરીરમાં રોગ હોય ત્યારે તે રોગના પ્રતિકારરૂપે જ દવા લેવાય છે પરંતુ દરરોજ દવા લેવા જેવી છે આમ કોઇ માનતું નથી. તેની જેમ ભૂખ લાગી છે માટે ભોજન લે તો તે ભોજન દુ:ખનો પ્રતિકાર કરનાર છે. એટલે લેવાનું રહે છે. વાસ્તવિકતાએ તો જેમ દવા લેવામાં સુખ નથી પણ રોગ હોય ત્યારે તેના પ્રતિકાર માત્રરૂપે દવા લેવાય છે તેમ ભોજન-પાણી-મૈથુન આદિમાં સુખ નથી, માત્ર તે તે વેદનાના પ્રતિકાર રૂપે આ પ્રક્રિયા છે.
શરીરમાં ઉત્પન્ન થયેલી ખણજને રોકવા માટે ખણવાનું હોય છે તે વખતે (ખણતી વખતે) મજા પણ આવે છે. પરંતુ તે સુખનું સાધન નથી. ચાંદાં પડે, લોહી નીકળે, વારંવાર ખણ જ ઉપડે એટલે આ સુખરૂપ તો નથી જ, માત્ર ઉપડેલી ખણજના પ્રતિકારરૂપ છે તેની જેમ ભોજનપાણી અને મૈથુનાદિ ભાવો શરીરમાં ઉત્પન્ન થયેલી ભૂખ-તરસ અને વાસનાને દબાવવાના ઉપાયો જ માત્ર છે. એટલે જ ટબામાં કહ્યું છે કે