________________
૨૧૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
છે. તેથી તેને ઉપશમભાવનું સુખ દેખાતું નથી. પરંતુ એકક્ષણવાર પણ જો સાવધાન થઈને વિષયોમાં પ્રવર્તતા રાગ-દ્વેષને રોકીને આત્મામાં જ રહેલી સ્વસ્થતાને જો આ જીવ જોવાનો પ્રયત્ન કરે તો પોતાના અનુભવથી જ ઉપશમભાવના સુખનો અનુભવ જરૂર થાય.
પરંતુ આ સુખ મેળવવા માટે મોહદશાને ખુબ જ જીતવી પડે. તેના માટે જ સાધુપણું છે, સાધુસંતોની સોબત છે. સાધુસંત મહાત્મા પુરુષોની વાણી છે. આ જ ઉપશમભાવનું પરમસુખ મોક્ષમાં છે. જો કે મુક્તિનું સુખ અત્યારે પરોક્ષ છે એટલું જ નહીં પણ અત્યન્ત પરોક્ષ છે. સ્વર્ગનાં સુખો પણ પરોક્ષ છે. છતાં સ્વર્ગના દેવો ક્યારેક પૃથ્વી ઉપર આવે છે જ્યારે મોક્ષના જીવો તો ક્યારેય પૃથ્વી ઉપર આવતા નથી. માટે સ્વર્ગનાં સુખ પણ પરોક્ષ છે અને મુક્તિનાં સુખો તો તેના કરતાં પણ અતિશય પરોક્ષ છે. પરંતુ ઉપશમભાવનું સુખ અર્થાત્ સમતાનું સુખ પ્રત્યક્ષ છે અનુભવગોચર છે આ ઉપશમભાવનું સુખ ઈન્દ્રિયોને કે વિષયોને એમ કોઈને પણ પરવશ નથી, સ્વતંત્ર છે અને ક્યારેય નાશ ન પામે તેવું સુખ છે. પ્રશમતિ નામના ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ કહ્યું છે કે
“સ્વર્ગનાં સુખો પરોક્ષ છે અને મોક્ષનાં સુખો અતિશય પરોક્ષ છે. તો પણ ઉપશમભવનું સુખ પ્રત્યક્ષ છે તે પરવશ પણ નથી અને વ્યયપ્રાપ્ત (નાશ થવાવાળું) પણ નથી. ૫૨૩૭॥
સરાગી જીવ દ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાથી ઉત્પન્ન થયેલું જે સુખ પ્રાપ્ત કરાય છે તેના કરતાં અનંત કોટિ વડે ગુણાયેલું સુખ રાગ-દ્વેષને ત્યજનારો જીવ કંઈ પણ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ આત્મભાવમાં રમવાથી જ પ્રાપ્ત કરે છે. ૧૨૪
સારાંશ કે ઉપશમભાવમાં રહેવું જે સુખ છે. એ જ મોટું સુખ અને સાચું સુખ છે. II૮૬૫