________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ મિથ્યાત્વ મોહનીય નામના આ કર્મના ક્ષયથી ક્ષાયિક-૧, ઉપશમથી ઔપમિક, અને ક્ષયોપશમથી ક્ષાયોપશમિક એમ ત્રણ પ્રકારનો સમ્યક્ત્વગુણ આ જીવમાં પ્રગટ થાય છે. આ સમ્યક્ત્વગુણ નિર્મળ (મલરહિત-શુદ્ધ) હોય છે. આવા પ્રકારના આ સમ્યક્ત્વગુણને નિશ્ચયસમ્યક્ત્વ કહેવાય છે, તે ચતુર્થાદિ ગુણસ્થાનકવર્તી જીવોને હોય છે. આ પ્રમાણે અનુપચરિત વ્યવહારનયને સમ્મત જાણવું.
ન
જે આત્માઓને સમ્યક્ત્વગુણ પારમાર્થિકપણે પ્રગટ થયો ન હોય, પરંતુ દેવ-ગુરુ આદિની સાર્થીએ સમ્યક્ત્વવ્રત ગુરુજીએ ઉચ્ચરાવ્યું હોય અને જીવે પોતાના ભાવપૂર્વક આવું વ્રત ઉચ્ચર્યું હોય તો તે ઉપચરિત વ્યવહારનયથી સમ્યક્ત્વ કહેવાય છે. કારણ કે વ્યવહારથી સમ્યક્ત્વ ઉચ્ચરવાની ક્રિયા કરી છે. પરંતુ વિશિષ્ટ જ્ઞાનપરિણામ ન હોવાથી સાચા દેવ-ગુરુની યથાર્થ ઓળખાણ જ હજુ થઈ નથી. પણ તે તરફનો પરિણામ છે. માટે ઉપચારે સમ્યક્ત્વ છે. આમ વ્યવહારનય કહે છે તેથી ઉપચરિત વ્યવહારનયે આ સમ્યક્ત્વ કહેવાય છે.
ચોથા આદિ ગુણસ્થાનકે સમ્યક્ત્વ પ્રગટ્યું છે માટે અનુપચરિત વ્યવહારનયથી સમ્યક્ત્વ કહેવાય છે અને રત્નત્રયીની અભિન્નતા રૂપ અતિચાર વિનાનું પારમાર્થિક અને વળી નિશ્ચયનયને માન્ય એવું સમ્યક્ત્વ અપ્રમત્ત દશામાં આ જીવને પ્રગટ થાય છે. આ રીતે અનુપચિરત વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તો સમ્યક્ત્વ હોય છે અને “સમ્યક્ત્વ છે” આમ કહેવાય પણ છે પરંતુ ઉપરિત વ્યવહારનયથી તો જ્યાં સમ્યક્ત્વ કહેવાય છે ત્યાં સમ્યક્ત્વ પ્રગટ થયેલ હોય એવો નિયમ નથી. કારણ કે ત્યાં મિથ્યાત્વમોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થયેલ નથી, માત્ર સમ્યક્ત્વવ્રત ઉચ્ચરવાની ક્રિયા કરી છે. પરંતુ આવી ક્રિયા, સમ્યક્ત્વી જીવોનો પરિચય, તે બાજુ ઢળેલી દૃષ્ટિ, આ સર્વે ઉપાયો જીવમાં સમ્યક્ત્વપ્રાપ્તિનું કારણ બનશે, કાળાન્તરે આ જીવ સમ્યક્ત્વ