________________
સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો
અહીં કહેવાતી આ સઘળી વાર્તા ભવ્ય જીવોના કલ્યાણને કરનારી છે. કારણ કે આ છ સ્થાન સમજવાં-સમજાવવાં અને સ્વીકારવાં તથા અન્ય પાસે સ્વીકાર કરાવવો. એ સઘળું ય સમ્યક્ત્વનું સ્વરૂપ છે. સમ્યક્ત્વના મૂલપાયા સ્વરૂપ છે. સમ્યક્ત્વના આધારભૂત છે. ૧
હવે સમ્યક્ત્વ એ શું છે ? કે જેનાં આ છ સ્થાનો સમજાવાય છે. તે વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
દર્શનમોહવિનાશથી, જે નિરમલ ગુણઠાણ 1 તે સમકિત તસ જાણિઈ, સંખેપઈ ષટ્ઠાણ ॥૨॥
ગાથાર્થ :- દર્શનમોહનીય કર્મના વિનાશથી આ આત્મામાં જે નિર્મળ ગુણસ્થાનક પ્રગટ થાય છે તે સમ્યક્ત્વ ગુણ જાણવો. તેના સંક્ષેપથી હવે કહેવાતાં છ સ્થાનો છે તેમ જાણવું. ॥૨॥
બાલાવબોધ :- दर्शनमोहनीयकर्मनो जे विनाश-क्षय १, उपशम २, क्षयोपशम ३ रूप, तेहथी जे " निर्मल = मलरहित गुणनु थानक उपजई, ते निश्चय समकित जाणिई, उक्तं च
"से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणिज्जकम्माणुवेअणो वसमखयसमुत्थे सुहे आयपरिणामे पण्णत्ते"
( આ. આવાયપુત્તે-પદ્મવાળાવક્ષયે ) ते समकितनां संखेपइ कहिस्सइ ते षट् थानक जाणवां । સ્વસમયશ્રદ્ધાન પ્રજાર તે “થાન” ર્ફેિ રા
44
ભાવાર્થ :- મોહનીય કર્મના મુખ્યત્વે બે ભેદ છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ત્યાં દર્શનમોહનીય કર્મમાં પણ પ્રધાનતાએ મિથ્યાત્વમોહનીય કર્મ સમજવું. કારણ કે તે જ કર્મ સમ્યક્ત્વને રોકનાર છે. સમ્યક્ત્વનો પ્રતિબંધ કરનાર છે.