________________
સમ્યત્વનાં છ સ્થાનોનાં નામો પ્રાપ્ત કરશે. એવી આશા છે એ તરફનો વળાંક છે. માટે આ ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. આ રીતે ઉપચરિત વ્યવહારનયથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યકત્વવ્રતની ઉચ્ચારણાત્મક ક્રિયા કરનારને સમ્યકત્વી કહેવાય છે. ચોથા ગુણસ્થાનકવર્તી જીવને વાસ્તવિકપણે સમ્યકત્વ થયેલ હોવાથી અનુપચરિત વ્યવહારનયથી સમ્યકત્વ કહેવાય છે અને રત્નત્રયીના અભેદસ્વરૂપ ત્રણે ગુણોની અને ગુણી એવા આત્માની એકતારૂપ સમ્યકત્વ અપ્રમત્તાદિ વિશિષ્ટ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થાય છે તે નિશ્ચયનયથી સમ્યકત્વ કહેવાય છે.
આ સમ્યકત્વ એ આત્માના નિર્મળ પરિણામસ્વરૂપ છે. દેવગુરુ-ધર્મ પ્રત્યે અતિશય પ્રેમપૂર્વકની શ્રદ્ધાવાળો આત્મપરિણામ છે. આવા પ્રકારનો આત્મપરિણામ મોહનીયકર્મના (તેમાં પણ મિથ્યાત્વમોહનીય કર્મના) ક્ષયજન્ય, ઉપશામજન્ય અને ક્ષયોપશમજન્ય પ્રગટ થાય છે જે આત્મ પરિણામ નિર્મળ હોય છે, મોહાત્મક મેલ વિનાનો હોય છે. આવા પ્રકારના વાસ્તવિક ગુણોની આત્મામાં પ્રગટતા થવી એ જ નિશ્ચયનયની અપેક્ષાએ સમ્યકત્વ છે.
પૂજ્યપાદ શ્રી ભદ્રબાહુસ્વામિજીના બનાવેલા આવશ્યક સૂત્રમાં અને તેમાં પણ પચ્ચખાણાવશ્યકમાં કહ્યું છે કે “પ્રશસ્ત એવી છે સમ્યકત્વમોહનીય છે. તેના અનુવેદનથી (ક્ષયોપશમથી) ઉપશમથી અને ક્ષયથી ઉત્પન્ન થયેલો શુભ એવો જે આત્મપરિણામ છે તે જ સમ્યકત્વ કહેવાય છે.”
ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી આ સમ્યકત્વગુણના ૬૭ બોલમાં આવતાં “૬ સ્થાનો” અહીં સમજાવશે. અહીં સ્થાનક શબ્દનો અર્થ સ્વસમાયશ્રદ્ધાનપ્રકાર કરવો. એટલે કે સ્વસમર્થ જૈનદર્શન-પોતાનો સિદ્ધાન્ત, તેની શ્રદ્ધાનપર વિશેષ પ્રકારે શ્રદ્ધા, અર્થાત્ જિનેશ્વર