________________
૨૧૧
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન કોઈ પણ જાતની પ્રવૃત્તિ કંઈ કરવાની જ નથી તેવું જીવન જીવવાનો શો અર્થ છે? આમ જ દેખાયા કરે છે. આવા જીવોને ગુણોના આનંદનું સુખ સમજાતું જ નથી. ભોગસુખોની જ પ્રીતિવાળો જીવ આત્માના ગુણોના આનંદના સુખથી દૂર દૂર જ ભાગે છે.
મોહનો ઉદય જ આ જીવને ભોગમાં પછાડે છે આવા જીવને સત્યમાર્ગ દેખાતો જ નથી. વિષયવિકારોમાં જ અથડાય છે અને તેમાં જ સુખબુદ્ધિ કરીને સંવર-નિર્જરા અને મોક્ષ જેવાં ઉપકારી તત્ત્વોથી તો આ જીવ ઘણો દૂર દૂર જ રહે છે. l૮પા
અવતરણ - “મોક્ષ નથી” આવા પ્રકારના મિથ્યાત્વના પાંચમા સ્થાનની યુક્તિઓ જણાવીને હવે ગાથા ૮૧ માં વાદીએ જે કહ્યું હતું કે “ઈન્દ્રિયોનું સુખ એ જ સાચું સુખ છે” જ્યાં ઈન્દ્રિયો નથી, ભોગવિલાસો નથી તેવા મોક્ષમાં સુખ શું હોઈ શકે? આ વાતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - ઈન્દ્રિય જે સુખ-દુઃખનું મૂલ, વ્યાધિપડિગણ અતિપ્રતિકૂલા ઇન્દ્રિયવૃત્તિરહિત સુખસાર,
' ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર Iઘા ગાથાર્થ :- જે ઈન્દ્રિયોનું સુખ છે તે દુઃખનું મૂલ છે તથા જે ઈન્દ્રિયોનું સુખ છે એ વ્યાધિના પ્રતિકાર રૂપ માત્ર જ છે અને આ જીવને અતિશય પ્રતિકૂલ છે તથા ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત એવું છે સુખસાર છે તે નિરુપચરિત અને ઉપશમભાવસ્વરૂપ સુખ છે. આ સુખ અનુભવથી સિદ્ધ-ઉદાર અને પારમાર્થિક સુખ છે. I૮ll
ટબો - રૂયિયુદ્ધ છડું, તે ૩નું મૂળ છે તે વ્યાધિ તિવાર छइ, क्षुधाइ पीडित हुइ, तिवारइं भोजन भलु लागइ । तृसाइ होठ