________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૦૯ વિવેચન - સંસાર સુખને જ પસંદ કરવાવાળા ભવાભિનંદી જીવો મોક્ષતત્ત્વ પ્રત્યે અરૂચિવાળા હોવાથી મોક્ષનું ખંડન કરતાં કરતાં આવાં કડવાં વચન બોલનારા હોય છે તથા વળી તેઓ ગુણોથી રહિત હોય છે અને દોષો સેવવામાં, મોહ-મજાક કરવામાં, નિટોલ અર્થાતું. નિર્દય હૃદયવાળા હોય છે. જેમને મોક્ષની કામના નથી એવા તે દુષ્ટ મનવાળા અને બહુ લાંબા સંસારવાળા એટલે કે અભવ્ય (મુક્તિ ન પામનારા) અથવા દુર્ભવ્ય (ઘણા લાંબા કાળે મુક્તિ પામનારા) હોય છે.
જે જીવોને સંસારમાં ભટકવા સ્વરૂપ તથા ભવભ્રમણના પ્રધાન કારણભૂત પાંચે ઈન્દ્રિયોના બાહ્ય વિષયોમાં અને સાંસારિક ભોગ ઉપભોગમાં જ ઘણી આસક્તિ છે તેને ભવાભિનંદિ જીવો કહેવાય છે. આવા ભવાભિનંદી જીવો પોતાની મતિ પ્રમાણે “મોક્ષ જેવું કોઈ તત્ત્વ નથી.” “વિષયસુખો એ જ પ્રાપ્તવ્ય છે અને ભોગ્ય છે” આવા પ્રકારના મોહજન્ય અને મોહજનક વચનો બોલે છે અને લોકોને અવળે માર્ગે દોરે
આવા પ્રકારના જીવો ભવાભિનંદી હોવાથી તત્ત્વના કે આત્મહિતના પક્ષપાતી નથી પરંતુ સંસારમાં ભટકાવનાર મોહના વિકારોના જ અતિશય પક્ષપાતી હોય છે. તેથી જ તેઓ વિનય-વિવેક આદિ ગુણોથી રહિત હોય છે અને સંસારમાં પાંચ ઈન્દ્રિયોના સુખો મેળવવામાં થતા આરંભ-સમારંભ પ્રત્યે નિઃશુક (નિર્દય હૃદયવાળા) હોય છે, વિષયોના સુખની અતિશય કામનાના કારણે પાપ પ્રત્યે સુગ હોતો નથી. પાપો કરવામાં નિર્દય હોય છે. આના જ કારણે પાપમય જીવન જીવનારા એવા આ જીવ સંસારી ભાવો સેવવામાં જ બહુ આદરભાવવાળા અને તેમાં જ મસ્તી માનનારા હોય છે.
જે જીવોને પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોની જ કામના મનમાં સળવળે છે. મોક્ષની કામના તો છે જ નહીં તેવા અશુભ મનવાળા અને