________________
૧૯૦
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ કહે છે કે શાન્તવાહિતા પ્રગટ થવાથી નિસર્ગમુક્તિ થાય છે એટલે કે આ જીવમાં સ્વભાવમુક્તિ પ્રગટ થાય છે. સારાંશ કે પ્રકૃતિની દિક્ષાથી સર્જન અને પ્રશાન્તવાહિતાથી નિસર્ગમુક્તિ થાય છે. આમ સાંખ્યો કહે છે. આ બન્ને લક્ષણો કર્તાનાં છે. (જો આમ હોય તો પ્રકૃતિને જ કર્તા માનવાનો પ્રસંગ આવે જ).
સાંખ્યો એમ માને છે કે પ્રકૃતિને જગતના પદાર્થો (તત્ત્વો) જોવાની ઈચ્છા (દિદક્ષા) પ્રગટે છે. તેમાંથી આત્માર્થી યોગી આ મહાત્માને જ્યારે એવો ખ્યાલ આવે છે કે આ દિદક્ષાના કારણે જ આ સર્વ પ્રકારની સંસારની કદર્થનાઓ (પીડાઓ, ઉપાધિઓ) આ જીવને આવે છે.
ત્યારે તે યોગી મહાત્મા આ દિદક્ષાને જ્યારે શાના કરવા=(દબાવવા) પ્રયત્ન કરે છે ત્યારે તે યોગી મહાત્મામાં પ્રશાન્તવાહિતા પ્રગટે છે અને આમ થવાના કારણે જ તે યોગી મહાત્મામાં સ્વભાવમુક્તિ અર્થાત્ આત્મસ્વભાવમાં રમણતા સ્વરૂપ પ્રશાન્તવાહિતા (મુક્તિ) પ્રગટ થાય છે.
વાસ્તવિકપણે સાંખ્યમતને અનુસારે પુરુષ નિત્યમુક્ત છે પુરુષ પોતે અકર્તા અને અભોક્તા હોવાથી સદાને માટે મુક્ત જ છે. તો પણ પ્રકૃતિ તેને વળગેલી છે. તેના કારણે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તેના કારણે પ્રકૃતિ જે જે કાર્ય કરે છે તે તે કાર્ય હું જ કરું છું. આવો ભ્રમ તે પુરુષને થાય છે. એટલે પુરુષ પોતે સ્વયં અકર્તા અને નિત્ય હોવા છતાં પ્રકૃતિજન્ય કાર્યનો પોતે કર્તા છે એમ ભ્રમથી માની લે છે અને તેનાથી જ સંસાર વધે છે અને પોતે તેમાં ફસાય છે.
- જ્યારે પ્રશાન્તવાહિતા તે પુરુષમાં પ્રગટે છે ત્યારે ઉપરોક્ત ભ્રમ દૂર થઈ જાય છે અને પોતે સ્વભાવથી જ સદા મુક્ત જ છે હું પોતે બંધનરહિત જ છું, આવું યથાર્થ જ્ઞાન તે પુરુષને જ્યારે પ્રગટે છે ત્યારે