________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૯૧ દૃષ્ટિ સુધરે છે અને પ્રશાન્તવાહિતા વધારે વધારે પ્રાપ્ત કરવા તરફ આગળ વધે છે. પ્રશાન્તવાહિતા પ્રગટ થયા પહેલાં પોતે મુક્ત નથી. સંસારી છે તે તે કાર્યનો હું કર્તા છું. આવો ભ્રમ હોય છે. અને આ ભ્રમના કારણે તે ભ્રમમાંથી બહાર નીકળવા આત્મસાધનાનો તે પ્રયત્ન કરે છે. આત્મસાધના કરતાં કરતાં જ્યારે આ ભ્રમ દૂર થઈ જાય છે ત્યારે જે સ્વભાવમુક્તિ છે તે આ આત્મામાં પ્રગટ થાય છે. સાંખ્યો આમ માને છે.
આ માન્યતામાં એક વાત એ નક્કી થાય છે કે યોગસાધના કરતાં પહેલાં પ્રકૃતિને દિક્ષા હતી. તેનાથી જ સંસાર ઉત્પન્ન થતો હતો અને યોગસાધના કરતાં કરતાં તેના જ કાળમાં પ્રશાન્તવાહિતા પ્રગટ થવાથી આ જીવની સ્વભાવમુક્તિ થાય છે.
ઉપરોક્ત સાંખ્યની માન્યતામાં એ વસ્તુ નક્કી થાય છે કે યોગસાધનાના પૂર્વકાળમાં પ્રકૃતિમાં દિક્ષા હતી અને તે દિક્ષાના કારણે જ સંસાર પ્રાપ્ત થતો હતો અને સંસાર વધતો જતો હતો. પરંતુ યોગસાધનાના પ્રતાપે તે સાધનાના કાળમાં પ્રશાન્તવાહિતા પ્રગટ થવાથી આ જીવની સ્વતંત્રપણે સ્વભાવમુક્તિ થાય છે.
ઉપરોક્ત સાંખ્યની માન્યતામાં જીવનની અંદર પૂર્વકાળમાં દિક્ષા (મોહાધીનાવસ્થા) અને પાછલા કાળમાં પ્રશાન્તવાહિતા (નિર્મોહદશા) આ જીવમાં પ્રગટ થાય છે એટલે આ બન્ને ભાવોનો આ જીવ કર્તા છે જે જીવે પૂર્વકાળમાં દિદક્ષા કરી હતી અને તેના કારણે સંસાર વધાર્યો હતો તે જ જીવ પાછલા કાળમાં પ્રશાન્તવાહિત કરવા દ્વારા સંસારને ખતમ કરીને સ્વાભાવિક રીતે મુક્તિને મેળવે છે. એટલે સંસારમાં રખડવું અને સંસારથી મુક્ત થવું આ બન્ને સ્વરૂપો પુરુષનાં છે. અને પુરુષ તેનો કિર્તા છે. આ વાત નક્કી થાય છે. o