________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૮૩ કે તેના પરિણામ સ્વરૂપે અહંકારાદિ ૨૪ તત્ત્વો માનવાં આ સઘળું મિથ્યાસ્વરૂપ છે. આવા પ્રકારનાં ૨૪ તત્ત્વો માનવાનું સ્થાન જ કહો તો ખરા, ક્યાં રહે છે? માત્ર બે જ તત્ત્વ છે (૧) પુરુષ (આત્મા) (૨) પ્રકૃતિ (કમ) આમ એ બે તત્ત્વો છે અને આ બંને માનવાથી સઘળા વ્યવહાર સંગત થઈ શકે છે. તે માટે બુદ્ધિ-અહંકાર આદિ બાકીના ર૪ તત્ત્વોને જે માનવામાં આવે છે તે મિથ્યા વાસના છે, મિથ્ય કલ્પના છે.
પુરુષ એ આત્મા (જીવ) તત્ત્વ છે અને પ્રકૃતિ એટલે આત્માને વળગેલું શુભાશુભ કર્મ છે. આમ બે તત્ત્વો જ છે તેનાથી જ આ સંસાર ચાલે છે. આ બને તત્ત્વોથી ભિન્ન એવાં બુદ્ધિ અહંકાર આદિ જે કોઈ તત્ત્વો સાંખ્યો વડે માનવામાં આવ્યાં છે તે સઘળી વાત મિથ્યાસ્વરૂપ છે. એટલે કે કલ્પનામાત્ર છે, વાસ્તવિક નથી.
બુદ્ધિ-અહંકાર આદિ ૨૪ તત્ત્વોનું જે કામ છે તે સઘળું ય કામ પ્રકૃતિથી (જીવને વળગેલા કર્મ નામના અજીવતત્ત્વથી) જ થઈ જાય છે માટે તે બુદ્ધિ આદિને જુદાં જુદાં તત્ત્વો માનવાં તે કેટલું સાચું છે? આ વાત ઘણો ઊંડો વિચાર કરીને વિચારજો તો સમજાશે. અર્થાત્ બુદ્ધિ વગેરે બીજા કોઈ સ્વતંત્ર તત્ત્વ છે જ નહીં. આ મિથ્યા માન્યતા માત્ર જ છે.
એટલે સાર એ છે કે પુરુષ એટલે આત્મતત્ત્વ = જીવ અને પ્રકૃતિ એટલે જીવને વળગેલું કર્મ નામનું અજીવતત્ત્વ. આ રીતે જીવ અને અજીવ એમ મુખ્યતાએ બે જ તત્ત્વ છે. તેમાં પુરુષતત્ત્વ =
જીવતત્ત્વ, કર્તા-ભોક્તા હોવાથી મુખ્ય તત્ત્વ છે અને પ્રકૃતિતત્ત્વ એટલે કર્મતત્ત્વ એ જીવે બાંધેલા કાર્મણવર્ગણામાં પુદ્ગલાત્મક અજીવ તત્ત્વ છે. આ કાર્મણવર્ગણાનાં પુદ્ગલો જીવની સાથે જીવના પરિણામને અનુરૂપ, શુભરૂપે પણ બંધાય છે જેને પુણ્ય કહેવામાં આવે છે અને અશુભરૂપે પણ બંધાય છે જેને પાપ કહેવામાં આવે છે.