________________
૧૮૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જો બુદ્ધિતત્ત્વ ન હોય તો તજન્ય અહંકાર અને તજ્જન્ય ઈન્દ્રિયાદિ ૨૪ તત્ત્વ પણ કેમ ઘટે? આ વાત સમજાવતાં ગ્રંથકાર કહે છે કે - અંહકાર પણિ તસ પરિણામ,
તર્જન્ય ચઉવીસતણો કિહાં ઠામ ! શક્તિ વિગતિ પ્રકૃતિ સવિ કહો,
બીજાં તત્ત્વ વિમાસી રહો IIool ગાથાર્થ :- અહંકાર પણ બુદ્ધિતત્ત્વનો જ પરિણામ છે તથા ઈન્દ્રાદિ (પુરુષ વિનાનાં) ૨૪ તત્ત્વો પણ બુદ્ધિના વિકાસ સ્વરૂપ હોવાથી તે ૨૪ તત્ત્વોને માનવાનું સ્થાન ક્યાં રહે છે ?
જે જે શક્તિઓનો વિકાસ છે તે સઘળું ય પ્રકૃતિનું કાર્ય છે. આ રીતે જીવ-અજીવ આદિ નવતત્ત્વો જ સિદ્ધ થશે આ વાત કંઈક વિચારીને જોજો. /૭૭ll
બો - વૃદ્ધતત્ત્વ મિથ્યા, તિવાર તત્પર રહૃાવિક मिथ्या, २४ तत्त्वनो ठाम किहां हुइ ? २४ तत्त्वना धर्म शक्तिविगतिं करी प्रकृतिथी ज सर्व कहो, बीजां तत्त्व बुद्धयादिक छ। ते विमासीनइं रहो, एतलइ प्रकृतिविलास ते अजीवतत्त्वविलास ज સુત્રો
__ जीवतत्त्व तो मुख्य ज, बीजां तत्त्व उभयपरिणामरूप छइ, इम नवतत्त्वप्रक्रिया तेह ज शुद्ध थइ जाणवी ॥७॥
વિવેચન :- પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે પુરુષને (આત્માને) વળગેલું કર્મ, આમ પુરુષ અને પ્રકૃતિ (આત્મા અને કમ) આ બે તત્ત્વ માનવાથી જ સર્વવ્યવહાર ઘટી શકે છે. માટે બુદ્ધિતત્ત્વ માનવું