________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૮૧ તથા વાસનાનો નાશ થવાથી બીજા ભવમાં ઉત્પત્તિ થવી, દુઃખસુખ પામવું જન્મ-જરા-મરણ પામવું ઈત્યાદિ સઘળો પ્રપંચ કેમ ઘટશે? તેથી બુદ્ધિને અનિત્ય માનવાથી મોહની વાસના ન ઘટે અને મોહની વાસના ન સ્વીકારીએ તો ભવોભવમાં ઉત્પત્તિ થવા રૂપ પ્રપંચોત્પત્તિ પણ ન ઘટે એટલે કે સંસાર જ સમાપ્ત થઈ જાય.
હવે જો તમે અહીં એવો બચાવ કરો કે બુદ્ધિનો નાશ થાય તો પણ વાસનાનો નાશ થતો નથી. વાસના તો રહે જ છે તે વાસના બુદ્ધિના આશ્રયે જે રહેતી હતી તે હવેથી પ્રકૃતિના આશ્રયે રહેશે અને પ્રકૃતિમાં વાસના રહી છતી પ્રપંચોત્પત્તિનું કામકાજ કરશે આવું જ કહેશો
પ્રકૃતિ જ છે અને તેમાં જ વાસના રહે છે અને તે વાસના જ પ્રપંચોત્પત્તિનું કામ કરે છે આમ જ માનોને? બુદ્ધિતત્ત્વને નિરર્થક વચ્ચે માનવાની શી જરૂર છે? સ્વતંત્રપણે એક બુદ્ધિતત્ત્વ પણ છે. આમ સાધવાની-માનવાની શી જરૂર છે? પ્રકૃતિમાં જ વાસના છે. અને તેની હાનિ થવાથી જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ થશે અને વાસના વધવાથી જ્ઞાનાદિ ગુણોનો તિરોભાવ થશે. આમ માનવાથી સઘળી વાત સિદ્ધ થઈ જાય છે. તો પછી બુદ્ધિતત્ત્વ નિરર્થક માનવાની કંઈ જ જરૂર નથી. બુદ્ધિ નામનું તત્ત્વ માનો છો તે જ તમારો દોષ છે. આવા આવા ઘણા દોષો આ વાદીને આવશે.
સારાંશ કે જો બુદ્ધિને નિત્ય માનશો તો તે બુદ્ધિ એ પુરુષ જ છે. આમ સાબિત થશે અને જો બુદ્ધિને અનિત્ય માનશો તો મોહની વાસના ઘટશે નહીં. આમ બંને રીતે આ વાદીને દોષો જ આવશે. માટે આ વાદીની આ વાત પણ ઉચિત નથી. ૭૬