________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
આમ બે પ્રકારનાં કર્મોનું (પ્રકૃતિનું) આત્મા પાસે આવવું, આત્માને ચોંટવું તેને આશ્રવ કહેવાય છે અને આત્માને ચોટીને એકમેક થઈ જવું તેને બંધ કહેવાય છે. તે જ કાર્મણવર્ગણાનાં પુદ્ગલોનું આત્માથી વિખુટા પડવું તે નિર્જરા અને આત્મા પાસે આવતાં તે કર્મપુદ્ગલોનું અટકી જવું (અથવા રોકાવું) તે સંવર અને આત્માને વળગી ગયેલાં તે તમામ કર્મપુદ્ગલોનું આત્માથી છુટા પડવું (વિખુટા થવું) તેને મોક્ષ કહેવાય છે. આ રીતે મુખ્યતાએ જીવ અને અજીવ (કર્મ) આમ બે જ સાચાં તત્ત્વો છે. બાકીનાં બધાં તત્ત્વો આ બન્નેના પરિણામસ્વરૂપ છે (રૂપાન્તરાત્મક
છે)
૧૮૪
(૧) ચૈતન્યગુણવાળો અને કર્તા-ભોક્તા સ્વરૂપવાળો જે પદાર્થ તે આત્મા (૨) આત્માને વળગેલો કાર્પણવર્ગણા આદિના પુદ્ગલ સ્વરૂપ જે પદાર્થ તે અજીતતત્ત્વ (૩-૪) કાર્મણવર્ગણાનાં આ પુદ્ગલો જીવના પરિણામના આધારે સુખ આપવાના સ્વભાવે પણ બંધાય અને દુઃખ આપવાના સ્વભાવે પણ બંધાય છે. આ પુણ્ય-પાપ એમ ત્રીજુ-ચોથુ તત્ત્વ જાણવું. (૫) આવા પ્રકારનાં કાર્યણવર્ગણાનાં પુદ્ગલોનું આત્મા પાસે આવવું તે આશ્રવ અને (૬) આત્માની સાથે તે પુદ્ગલોનું એકમેક થઈ જવું. આત્માની ઉપર ચોંટી જવું, લયલીન થઈ જવું. તે બંધતત્ત્વ. (૭) કાર્મણવર્ગણાના પુદ્ગલો આત્માને ચોંટવા આવે ત્યારે તેને રોકવાં= અટકાવવાં તે સંવર. (૮) અને આત્માને ચોંટી ગયેલાં પુદ્ગલોને અંશે અંશે દૂર કરવાં તે નિર્જરા. તથા (૯) આત્માને ચોંટેલાં તે કર્મપુદ્ગલોને સર્વથા આત્માથી વિખુટાં કરવાં તે મોક્ષ. આમ આત્મા અને કર્મના સંયોગ-વિયોગ રૂપે આ બાકીનાં તત્ત્વો છે. કુલ નવતત્ત્વો છે. (મૂલ પદાર્થસ્વરૂપે બે જ તત્ત્વ છે).
પદાર્થરૂપે જીવ અને અજીવ એમ બે તત્ત્વ છે. બાકીમાં સાત