________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૬૭
વ્યાવૃત્તિ થતી નથી તેથી પ્રારબ્ધ અવશ્ય રહે છે નાશ પામતું નથી. ભવોપગ્રાહી કર્મો તો રહે જ છે તે અઘાતી કર્મોરૂપી પ્રારબ્ધ રહે જ છે. આમ માનવામાં આવે તો તે વાત ઘટી શકે છે. તેઓની આવી માન્યતા એ કંઈ આશ્ચર્યકારી બીના નથી. ॥૬॥
વ્યાવહારિક આભાસિક ગણઈ, યોગી તે છૈ ભ્રમ-અંગગણૐ । યોગિ-અયોગિ શરીર અશેષ,
સ્યો વ્યવહાર આભાસવિશેષ loll
ગાથાર્થ :- જે યોગીઓ વ્યાવહારિક (યથાર્થ) એવા જગત્પ્રપંચને આભાસિક (ભમાત્મક) છે આમ માને છે તે તેઓના ભ્રમમાત્રનું અંગ (કારણ) છે આમ જાણવું. યોગીનું શરીર હોય કે અયોગીનું શરીર હોય આમ બન્ને શરીર સમાન જ છે તેમાં એકને વ્યાવહારિક કહેવું અને એકને આભાસિક કહેવું આમ માનવામાં વિશેષતા શું છે ? અર્થાત્ કંઈ જ વિશેષતા નથી. ઘણા
'
ટો ઃजे योगी व्यावहारिक प्रपञ्चनइ आभासिक गणइ छइ, ते भ्रमगृहनई अंगगणइ रमइ छइ । अन्यनइ अन्य करी जाणवुं तेह ज भ्रम । योगीनुं शरीर ते आभासिक, अयोगीनुं शरीर ते व्यावहारिक कथनमात्र, सदृशपरिणाम ज दीसइ छइ । तेणइ करी जे एहवुं कहइ छइ ज्ञानीनइ क्रोधादिकभाव छइ, ते आभासिक गुंजापुंजवह्निसमान ते सर्व निरस्त करिडं जाणवुं । कर्मजनित भाव ते सत्य ज छइ, नही तो क्षुधातृषादिभाव पणि सर्व जूठा थाइ, ते तो प्रत्यक्ष विरोध ॥७०॥
વિવેચન :- જગતનો આ જે દેખાતો પ્રપંચ છે તે સઘળો પણ વ્યાવહારિક છે અર્થાત્ સાચો છે, યથાર્થ છે. તેને તે વેદત્તીઓ આભાસિક ગણે છે એટલે કે માયાજાળ માત્ર જ છે આમ જે વેદાન્તિક યોગીઓ કહે છે તે યોગીઓ ભ્રમસ્વરૂપ ઘરના આંગણામાં રમે છે એટલે કે તે