________________
૧૬૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કર્મોને બાળી નાખે છે” આમ જો કે કહ્યું છે તો પણ ત્યાં જે કર્મને જ્ઞાનરૂપી અગ્નિ બાળે છે તે કર્મો પ્રારબ્ધ સિવાયના સમજવાં. કારણ કે ` પ્રારબ્ધ કર્મો તો જ્ઞાન થાય તો પણ ચાલુ જ રહે છે બળી જતાં નથી. સારાંશ એ છે કે પ્રારબ્ધ કર્મ તો જ્ઞાન થયા પછી પણ ભોગવવાનાં રહે જ છે આમ સારાંશ એ છે કે સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય ત્યારે જે જે બાધિત કર્મ છે તેનો નાશ થાય છે. પણ પ્રારબ્ધાદિ જે કર્મો છે તેની અનુવૃત્તિ=હયાતી ચાલુ જ રહે છે.
તેનો અર્થ એ થાય છે કે જે કર્મોનો ખેલ જ્ઞાનથી પણ દૂર થતો નથી. (એટલે કે અઘાતી કર્મોનો ઉદય કેવળજ્ઞાન થયા પછી પણ ચાલુ જ રહે છે) તો પ્રશ્નકારની આ વાત સાચી છે ખોટી નથી કે કર્મોનો વિલાસ=એટલે કે કર્મોનો ઉદય સાચો છે મિથ્યા નથી. અમારો-જૈનોનો સિદ્ધાન્ત પણ આવો જ છે કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી (બાધિત એવાં ચાર ઘાતીકર્મોનો નાશ થયો છે પરંતુ વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો વિપાક સાચો જ છે તે નષ્ટ થતો નથી) “જ્ઞાનીને એટલે કે કેવલજ્ઞાની ભગવંતને પણ જેહનો નાચ, જે અઘાતી કર્મોનું નાટક “ન મિથ્યા’” તે નાટક ટળતું નથી તે અઘાતી કર્મોનો વિલાસ (અઘાતી કર્મોનો ઉદય) અર્થાત્ ભાવોપગ્રાહી કર્મોનો ઉદય કેવળજ્ઞાન પ્રગટ થાય તો પણ ચાલુ જ રહે છે. કારણ કે સર્વ કર્મોનો ક્ષય તો અયોગીદશા સમાપ્ત થાય અને મુક્તિદશા પ્રગટ થાય ત્યારે જ થાય છે. એટલે કે કેવલજ્ઞાન ભલે પ્રગટ થયું હોય પરંતુ અયોગી અવસ્થા ન આવી હોય અને તેનો અંતકાલ જ્યાં સુધી ન આવ્યો હોય ત્યાં સુધી કર્મનો નાચ=અઘાતી કર્મોના ઉદયનું તોફાન શમતું નથી પણ આ તોફાન ચાલુ જ રહે છે.
સારાંશ કે કેવળજ્ઞાન જેવું ઉત્તમ જ્ઞાન પ્રગટ થાય તો પણ આવા મહાજ્ઞાનીને પણ બાધિત દોષો અર્થાત્ ઘાતીકર્મો જાય છે. પરંતુ પ્રારબ્ધ કર્મ એટલે કે અઘાતી કર્મોના ઉદયની તો અનુવૃત્તિ જ રહે છે. પણ