________________
૧૬૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ યોગીઓનું આવું માનવું તે ભ્રમમાત્ર જ છે સત્ય નથી. કારણ કે અન્યને અન્ય રૂપે (કરીને) જે માનવું તે જ ભ્રમ કહેવાય છે.
તત્ત્વજ્ઞાન પામેલા યોગીઓનાં સર્વકર્મો બળીને ભસ્મસાત્ થઈ જાય છે સર્વથા નાશ જ પામી જાય છે એટલે તેઓને કર્મ જ હોતાં નથી માટે શરીર જ હોતું નથી.
આ કારણે યોગીઓનું જે શરીર દેખાય છે તે આભાસિક છે (ભ્રમાત્મક છે) અને અયોગીનું જે શરીર છે તે વ્યાવહારિક છે એટલે કે સત્યશરીર છે આમ જે દર્શનકારો કહે છે, તે પણ વાર્તામાત્ર જ છે અર્થાત્ મિથ્યા કલ્પનામાત્ર જ છે. સારાંશ કે આમ સમજવું તે પણ અલ્પમાત્રાએ પણ સત્ય નથી. કારણ કે તે બન્ને શરીરો (યોગીનું શરીર હોય કે અયોગીનું શરીર હોય તે બન્ને શરીરો પૌલિક હોવાથી એકસરખાં છે અને પરિણામ પામવાવાળાં જ છે. રૂપાંતર થવાવાળાં જ છે બન્નેનાં શરીરો શડન-પડન ધર્મવાળાં જ છે. એ બન્ને શરીરોમાં આ વ્યાવહારિક છે અને આ આભાસિક છે આવો કોઈ ભેદ પડતો નથી માટે એકનું શરીર વ્યાવહારિક છે (સત્ય છે) અને બીજાનું શરીર આભાસિક છે (ભ્રમમાત્ર જ છે) આમ કહેવું તે સત્યથી તદ્દન વેગળું છે.
જેમ નુંનાનુંન=ચણોઠીનો ઢગલો વહ્નિક્ષમાન= અગ્નિની સમાન જ દેખાય છે અર્થાત્ કેટલાક દર્શનકારો આમ જે કહે છે કે જ્ઞાની આત્માને ક્રોધાદિ જે કષાયો થાય છે તે આભાસિકમાત્ર છે અર્થાત્ પરમાર્થે તે કષાયો જ નથી ભ્રમ માત્ર જ છે જેમ ચણોઠીનો ઢગલો હોય તો દૂર દૂરથી અગ્નિનો પુંજ જ દેખાય છે પરંતુ હકીકતથી તે અગ્નિ જ નથી પણ ચણોઠીનો જ ઢગલો છે તેમ જ્ઞાની આત્માને જે ક્રોધાદિક ભાવ જણાય છે તે હકિકતથી ક્રોધાદિ ભાવ જ નથી મિથ્યા છે માત્ર ભ્રમથી જ જણાય છે આ પ્રમાણે અન્ય દર્શનકારો જે કહે છે તે સર્વ ખંડિત થયેલું જાણવું.અર્થાત તે સધળું મિથ્યા છે આમ જાણવું.