________________
૧૬૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ વસ્તુઓ દ્રવ્યપર્યાય-ઉભયાત્મક છે તેથી જ સર્વે પણ વસ્તુઓ ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય એમ ત્રણ ધર્મથી યુક્ત છે. દ્રવ્યપણાનું સ્વરૂપ સામાન્યના સ્થાને સમજવું અને પર્યાયપણાનું સ્વરૂપ વિશેષના સ્થાને સમજવું.
આ પ્રમાણે જ્ઞાન સામાન્ય-વિશેષાત્મક હોવાથી વસ્તુનું ત્રિપદીમય સ્વરૂપ છે તેને બદલે જ્ઞાનને એકલું નિર્વિકલ્પક જ માનવું એટલે કે સામાન્યમાત્રને જ ગ્રહણ કરનાર છે આમ માનવું તે પોતાની રૂચિમાત્ર જ કારણ છે અર્થાત્ એકાન્તવાદનો હઠાગ્રહ જ માત્ર કારણ છે. આવી બાબતમાં તમારો હઠવાદ માત્ર જ કારણ છે. પણ તમારી આ વાત સત્ય નથી અને યુક્તિયુક્ત પણ નથી.
બૌદ્ધો ક્ષણિકવાદી હોવાથી સ્વલક્ષણમાત્રને જ માને એટલે કે વસ્તુના ક્ષણે ક્ષણે બદલાતા પર્યાયરૂપને જ માત્ર માને છે તે તેમની મનમાની રચિ સમજવી એટલે કે એકાન્તવાદ સમજવો પર્યાયમાત્રને માનીને તેઓએ દ્રવ્યનો અપલાપ કર્યો છે આમ જાણવું. દ્રવ્ય વિના પર્યાયો હોય જ નહીં.
તથા વેદાન્તી બ્રહ્મમાત્રને એટલે સત્તામાત્રને જ માને અર્થાત્ સત્તા નામના સામાન્યને જ ગ્રહણ કરે છે તે પણ તેમની મનમાની રૂચિ જ સમજવી, બૌદ્ધો એકાન્ત વિશેષવાદી અને વેદાન્તીઓ એકાન્ત સામાન્યવાદી છે. આ બન્ને એકાન્તવાદી હોવાથી મિથ્યાત્વી છે.
વેદાન્તના શાસ્ત્રોમાં નિર્વિકલ્પક અર્થાત્ નિર્ગુણ એટલે કે ગુણો અને પર્યાયો વિનાનું કેવળ એકલું સત્તામાત્ર સ્વરૂપવાળું નિર્વિશેષ એવું બ્રહ્મનું કથન કરેલું છે તે માત્ર એક નયનું જ કથન જાણવું એટલે કે એક નયષ્ટિનું જ કથન સમજવું. એકાન્તવાદ જ જાણવો. એકાન્ત એકલા સંગ્રહનયનો જ આગ્રહ જાણવો.
આ રીતે બૌદ્ધ એકાન્ત વિશેષવાદી, અને વેદાન્તી એકાન્ત સામાન્યવાદી હોવાથી આ બન્ને મિથ્યાત્વી સમજવા, બને વાદીઓ એક