________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧પ૯ સૂત્ર છે કે “સત્યં બ્રા, નટુ મિથ્યા” વેદાન્તીઓ એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું મિથ્યા છે આમ માને છે.
તે વેદાન્સીઓને કહીએ કે બ્રહ્મ નામની વસ્તુની સિદ્ધિ કરવા માટે તમે જે બ્રહ્મના સાધક જ્ઞાનનું પ્રમાણનું) અવલંબન લો છો તે જ્ઞાન (પ્રમાણ) સવિકલ્પક છે ? કે નિર્વિકલ્પક છે ? જો તે જ્ઞાન સવિકલ્પક (વિશેષગ્રાહી) જ્ઞાન હોય તો તે જ્ઞાન જ પ્રમાણ છે. જો તે જ્ઞાન (નિર્વિકલ્પક) હોય (સામાન્યમાત્રગ્રાહી) જ્ઞાન હોય તો તે જ્ઞાન પોતે જ અપ્રમાણ છે એટલે કે અસિદ્ધ છે. “જ્ઞાન હોય અને નિર્વિકલ્પક હોય” આમ કેમ બને ? અર્થાત્ ન જ બને. જ્ઞાન સદા સવિકલ્પ જ હોય. હવે જો આવું નિર્વિકલ્પક જ્ઞાન જ જગતમાં ન હોય તો તે બીજી અન્ય વસ્તુનું સાધક કેમ બને? તથા નિર્વિકલ્પક જ્ઞાન જ ન હોય તો તે બીજી અન્ય વસ્તુનું સાધક કેમ બને ? નિર્વિકલ્પકજ્ઞાન જ જો નથી તો તે બીજી વસ્તુના અસ્તિત્વને કેવી રીતે જણાવે? જે પોતે જ ન હોય તે અન્યના અસ્તિત્વને કેમ જણાવે ?
હવે જે સવિકલ્પકજ્ઞાન છે તે સામાન્ય વિશેષ એમ ઉભયાત્મક વસ્તુને જણાવે છે. ત્યાં ઉપયોગમાત્રની અપેક્ષાએ એટલે કે જ્ઞાનમાત્રની દષ્ટિએ સામાન્ય સ્વરૂપ પણ છે અને ત્યાં અવગ્રહ-ઈહા. અપાય આદિ પર્યાયોની અપેક્ષાએ વિશેષરૂપ પણ છે. આમ જ્ઞાનમાત્ર રૂપે ધ્રુવ અને અવગ્રહાદિ પર્યાયઅપેક્ષાએ ઉત્પાદ અને વ્યયવાળું આ સવિકલ્પકજ્ઞાન છે આમ સામાન્યાત્મક અને વિશેષાત્મક ભેગુ કરતાં સર્વે પણ વસ્તુઓ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એમ ત્રણ લક્ષણવાળાં જ થાય છે અને આ જ વાત સત્ય છે. વસ્તુને કેવળ એકલી નિર્વિકલ્પ માનવી તે નિજ રૂચિમાત્ર એટલે કે તમારી પોતાની સ્વતંત્ર ઈચ્છા માત્ર જ છે. પરંતુ આ વાત યુક્તિસિદ્ધ નથી અને સાચી વાત પણ નથી. દોષોથી ભરેલી છે.
ત્યાં ઉત્પત્તિ અને નાશ એ પર્યાયને આશ્રયી છે અર્થાત્ વિશેષ સ્વરૂપને આશ્રયી છે અને ધ્રુવતા એ દ્રવ્યને આશ્રયી છે. આમ તમામ