________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૬૧ એક નયના મતને સ્વીકારી તેના જ આગ્રહી થયા છતા એકાન્તવાદી છે અર્થાત્ મિથ્યાત્વી છે. બૌદ્ધો કેવળ એકલા વિશેષને જ માનનારા, અને વેદાન્ત કેવળ એકલા સામાન્યને જ માનનારા છે માટે મિથ્યાદૃષ્ટિ છે. આ જગતના સઘળા પણ પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક એટલે કે ઉભયધર્મવાળા છે અને તેથી જ દ્રવ્યપર્યાયાત્મક છે તથા ઉત્પાદવ્યય અને ધૃવાત્મક સ્વરૂપ પણ ઘટે છે. મૂલગાથામાં ગ્રંથકારશ્રી આમ કહે છે કે સાધક એવું જ્ઞાન એ જ પ્રમાણ છે અને તે સાધક એવું જ્ઞાન સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. તથા આ જગતના ભાવો સ્વયં પોતે જ ઉભયાત્મક હોવાથી તેમાંથી કેવળ એકલા નિર્વિકલ્પરૂપ જ છે અર્થાત્ સામાન્ય સ્વરૂપ જ છે એટલે એકમાત્ર બ્રહ્મસ્વરૂપ જ છે આમ માનવું અથવા એકલા વિશેષ સ્વરૂપ જ છે આમ માનવું તે સ્વરૂચિમાત્ર છે. પોતાની સ્વતંત્ર ઈચ્છા જ આમાં કારણ છે. જે જે શ્રુતિઓ કેવલ એકલા બ્રહ્મસ્વરૂપને જ સમજાવે છે તે માત્ર એક નયનો જ વ્યવહાર છે માટે સત્ય નથી. પણ મિથ્યાસ્વરૂપ છે. આમ સમજવું. દા. બ્રહ્મ પરાપરવચનિ કહિઉ, એક બ્રહ્મ ઉપનિષદઈ રહિઉI માયોપમ પણિ જગિ શ્રુતિ સુણ્યો,
જેહની જિમ રૂચિ તેણિ તિમ મુક્યું Iloil ગાથાર્થ :- વેદાત્તિઓ પર અને અપરના ભેદ બ્રહ્મ બે પ્રકારનું કહે છે. ઉપનિષદમાં બ્રહ્મ એક જ પ્રકારનું કહ્યું છે. વળી તે શાસ્ત્રમાં આખું જગત મિથ્થારૂપ (માયાસ્વરૂ૫) પણ કહેલું છે આ રીતે જેને જે રૂછ્યું તેણે તેને સત્ય કરી માની લીધું છે (પણ વાસ્તવિક જગતનું સ્વરૂપ જેવું છે તેવું તેઓએ જાણ્યું નથી.) //૬૭ll
ટહ્નો :- “ બ્રા વેવિતવ્ય, પરં વાપર ર” વન वेदमांहि ब्रह्म परापर द्विभेदइ कहिउं, उपनिषदइं एक ज ब्रह्म लहिउं