________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૫૩ મુક્તિપ્રાપ્તિની જે યોગ્યતા છે તે મુક્તિની પ્રાપ્તિના પૂર્વ કાલમાં મુક્તિની પ્રાપ્તિનો જે પ્રાગભાવ છે તે જ ભવ્યત્વજાતિ છે.
માટીમાં ઘટ બનવાની યોગ્યતા સ્વરૂપ ઘટપ્રાગભાવ જો ન માનીએ તો તે પૂર્વકાલીન જે ઘટાભાવ છે તે તુચ્છરૂપ અભાવ થાય એટલે કે શશશ્ચંગની જેમ તુચ્છરૂપ અભાવ થાય. જો તે તુચ્છરૂપ અભાવ હોય તો ક્યારેય પણ ઘટ બને જ નહિ. તુચ્છ રૂપ અભાવ ક્યારે ઘટને કરે નહીં, જેમ શશશૃંગનો જે તુચ્છરૂપ અભાવ એટલે સર્વથા અભાવ છે તે ક્યારેય શશશૃંગ કરતાં નથી. આમ પ્રાગભાવ અને તુચ્છ રૂપ અભાવમાં તફાવત જાણવો.
ભવ્યત્વજાતિ એ જો તુચ્છ અભાવસ્વરૂપ જ માનીએ તો તે જાતિ ક્યારેય પણ કાર્ય કરી શકે નહીં. અને જેનામાં ભવ્યત્વ છે તેને મુક્તિની પ્રાપ્તિનો થાય જ છે માટે તેવા પ્રકારની જે યોગ્યતા છે તે જ ભવ્યત્વજાતિ છે તેથી ભવ્યત્વજાતિ એ મુક્તિના પ્રાગભાવરૂપ છે. પણ તુચ્છ અભાવરૂપ નથી.
પ્રાગભાવ અને તુચ્છરૂપ અભાવમાં આટલો તફાવત છે કે જેનો પ્રાગભાવ હોય છે. તે કાર્ય કેટલાક કાળ પછી પણ અવશ્ય થાય જ છે. જેમ માટીમાં ઘટનો પ્રાગભાવ છે તેથી તે માટીમાંથી કાળાન્તરે પણ ઘટ થાય છે પરંતુ જેનો તુચ્છરૂપ અભાવ હોય છે તેમાંથી કાર્ય ક્યારેય નિપજતું નથી જેમકે સસલાનાં શીંગડાનો જે અભાવ છે તે તુચ્છ રૂપ અભાવ છે તેથી સસલાને શીંગડા ક્યારેય પ્રગટ થતાં નથી. આ રીતે વિચારતાં ભવ્યત્વ એ મોક્ષનો પ્રાગભાવ છે પરંતુ તુચ્છરૂપ અભાવ નથી.
અમદમાદિવાળા હોવાપણું = (એટલે કે સમતાભાવ અને ઈન્દ્રિયોના દમનવાળાપણું) આ ગુણ આવવાથી મુક્તિનું અધિકારીપણું