________________
૧૫૪
સમ્યક્ત જસ્થાન ચઉપઈ (અર્થાત મુક્તિની યોગ્યતા) આવે છે. પરંતુ અમદમાદિ ગુણોનું જ્ઞાન આવવાથી જીવમાં મુક્તિની પ્રવૃત્તિ આવે છે અને મુક્તિની પ્રવૃત્તિ આવવાથી અમદમાદિ ગુણોનું જ્ઞાન આવે છે. આમ માનવામાં શમદમાદિ ગુણોના જ્ઞાનનો અને મુક્તિની માત્ર યોગ્યતાનો અન્યોન્યાશ્રય દોષ લાગે છે. તેથી અમદયાદિ ગુણોનું જ્ઞાન માત્ર એ મુક્તિનું કારણ બને છે. આ વાત બરાબર નથી. પણ અમદમાદિ ગુણોની પ્રાપ્તિ થવી તે મોક્ષનું કારણ બને છે. આ પ્રમાણે ઘણી યુક્તિઓ છે. તેનું વિશેષજ્ઞાન ન્યાયાલોક નામના ગ્રંથમાં ચર્ચેલું છે. ત્યાંથી જાણી લેવા વિનંતિ છે.
ભવ્યત્વનો પરિણામ એ મુક્તિના પ્રાગભાવ સ્વરૂપ હોવાથી તથાભવ્યત્વના પરિણામના કારણે જ કાળ પાકે ત્યારે આ જીવ બાહ્યનિમિત્ત વિના પણ પોતાના સ્વભાવભૂત ભવ્યત્વપરિણામના કારણે જ તત્તત્કાર્યનો = મોક્ષપ્રાપ્તિનો અને મોક્ષના ઉપાયોની પ્રાપ્તિરૂપ કાર્યનો કર્તા થાય છે.
જેમ માટીમાં રહેલો ઘટનો પ્રાગભાવ જ કાળ પાકતાં બીજી બાહ્ય સામગ્રી મળી આવતાં માટીમાંથી ઘટ નિપજાવે છે તેમ ભવ્યજીવમાં રહેલો મુક્તિનો પ્રાગભાવ જ કાળ પાકતાં મુક્તિ નિપજાવે છે.
જો જુઠ્ઠી એવી માયાને જ કારણ માનીએ તો માયા એ કારણરૂપે પદાર્થ બનવાથી તે માયા યથાર્થ એવો એક પદાર્થ જ થઈ જશે પણ તે માયારૂપે રહેશે નહીં. જેમ વધ્યા હોય અને તે જ માતા થાય આવું બને નહીં. તેમ જે માયારૂપ હોય અને કાર્ય કરનાર કારણસ્વરૂપ પણ હોય આવું બને નહીં. જો કાર્ય કરે તો તે માયા એ માયા નથી. આમ જ કહેવાય. પરમ પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્ય યોગવ્યવચ્છેદિકામાં કહ્યું છે કે –
माया सती चद् द्वयतत्वसिद्धिः- इत्यादि