________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૫૧
શુક્લધ્યાનથી દ્રવ્યકર્મોને બાળી નાખવામાં આવે અથવા ઉત્તમ સાધનાથી રાગાદિ ભાવકર્મોનો ક્ષય કરવામાં આવે તો આ ધારાનો અંત પણ આવી શકે છે જેમ બીજ અને અંકુરાની પરંપરાનો પણ તે બેમાંથી એકનો નાશ થવાથી નાશ થાય છે તેમ અહીં પણ સમજવું.
તે માટે જે અનાદિ હોય તે અનંત જ હોવું જોઈએ તેવો નિયમ કેમ થાય? કારણ કે જેની આદિ ન હોય તેનો અંત પણ ન હોય અને જેની આદિ હોય તેનો અંત હોય જ આવી વ્યાપ્તિ જગતમાં દેખાતી નથી.
જેમ મોક્ષની આદિ છે પણ અંત નથી તથા મોક્ષે જનારા જીવના સંસારની આદિ નથી છતાં અંત થાય છે. તથા ભવ્યજીવમાં ભવ્યત્વની આદિ નથી છતાં મોક્ષે જતાં તે ભવ્યત્વનો અંત છે. આ રીતે વિચારતાં મુક્તિની આદિ છે પણ અન્ન નથી. સંસારની તથા ભવ્યત્વની સાદિ નથી પણ અંત છે. તેથી જેમ દ્રવ્યકર્મ અને ભાવકર્મની પરંપરા છે અનાદિ, પરંતુ તેથી અનંત જ હોય એવો નિયમ નથી.
દ્રવ્યકર્મો નવાં ભાવકર્મને લાવે જ એવો નિયમ નથી તેરમા ચૌદમા ગુણસ્થાનકે ૪૨ અને ૧૨ દ્રવ્યકર્મોનો ઉદય હોય છે પરંતુ રાગાદિ ભાવો રૂપ ભાવકર્મ નથી. માટે પરંપરાશ્રય એટલે કે અન્યોન્યાશ્રય એમ કોઇ દોષ અમને (જૈનોને) લાગતો નથી. ॥૬॥
મુક્તિપ્રાગભાવહ તે ઠામિ જાતિ
યોગ્યતા જિમ પરિણામ (મિ) I
જૂઠી માયા કારણ થાઉં,
વન્ધ્યા માતા કિમ ન કહાય ? ||૬૪મા
ગાથાર્થ :- જ્યારે મુક્તિનો પ્રાગભાવ વર્તે છે તે સ્થાને જીવની ભવ્યત્વ રૂપ જાતિ તેના પારિણામિક ભાવ સ્વરૂપ છે. જો જુઠી એવી