________________
૧૪૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ શંખેશ્વરની પ્રાપ્તિ અંતિમ પગભરીએ ત્યારે જ આવે છે. તો પણ અમદાવાદથી નીકળ્યા પછી શંખેશ્વર પહોંચતાં સુધી જેટલા પગલાં ભર્યા તે સઘળાં પણ પ્રથમ-દ્વિતીય આદિ પગલાં શંખેશ્વરની પ્રાપ્તિનું જ કારણ કહેવાય છે તેમ અહીં પણ અંતિમ સમયની ક્રિયા તો દોષનાશક જરૂર છે જ, પરંતુ પૂર્વના સર્વ સમયોમાં જે જે ધર્મક્રિયા કરાય છે તે પણ અંશે અંશે આત્મશુદ્ધિનો હેતુ અવશ્ય છે જ.
પ્રથમસમયની, દ્વિતીયસમયની, એમ તૃતીયાદિ સમયની આમ પૂર્વના સર્વસમયોની ક્રિયા જો ન થઈ હોત તો ચરમસમયની ક્રિયા થાત નહીં. માટે પૂર્વકાલીન પ્રથમ આદિ સર્વ સમયોની ક્રિયાને શુદ્ધિકારક તરીકે અવશ્ય સ્વીકારવી જોઇએ અને તે સર્વે સમયોની ક્રિયાને પણ ઉપકારક માનવી જોઇએ.
ટંકણખારની (રત્નને શુદ્ધ કરનાર ખાર વગેરેના યોગની) પ્રથમ પુટવાળી ક્રિયા વિના અંતિમ પુટની ક્રિયા થઈ શકે નહીં અને અંતિમ ક્રિયા વિના રત્ન શુદ્ધ બની શકે નહીં. માટે અંતિમ ક્રિયા અને પૂર્વના સર્વ સમયોની ક્રિયા એમ બન્નેને રત્નના મેલની સંશોધક સમજવી. આ પ્રમાણે આ ક્રિયાનું દેષ્ટાન્ત સમજાવ્યું.
દરેક કાર્યોમાં ગુણની અનુક્રમે સાતત્યતાપૂર્વક વૃદ્ધિ કરવાની હોય છે. જ્યારથી રત્નને સાફ કરવા હાથમાં લીધું ત્યારથી પ્રારંભીને સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય તેવી જે કોઈ ક્રિયા કરવાની હોય છે તે સર્વ ક્રિયા કરવી જ પડે છે. આ વાત સર્વ વાદીઓને સ્વીકાર્ય (માન્ય) જ હોય છે. ગુણોની ધારા કેમ વધે આવી વાત સર્વને પ્રમાણ હોય છે તે અભિપ્રાય પ્રમાણે યોગવાસિષ્ઠ નામના ગ્રંથમાં યોગી શ્રી દાસૂર નામના ઋષિએ રામચંદ્રજીની પ્રત્યે આ પ્રમાણે કહ્યું છે. તેમનું તે કથન આ પ્રમાણે છે -