________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૩૯
ઉભયસ્વભાવવાળો છે, પરંતુ એકલો કૂટસ્થનિત્ય નથી. તેને કૂટસ્થંનિત્ય માનવો તે કુબુદ્ધિ જ કહેવાય. તેથી હે બન્ને દર્શનકારો ! તમે કંઈક સમો અને સાચું તત્ત્વ સ્વીકારો. યા
રતનશોધ જિમ શતપુટખાર, તિમ આતમશોધક વ્યવહાર ગુણધારાઈ અખિલ પ્રમાણ, જિમ ભાખઈ દાસૂર સુજાણ II૫૮॥
ગાથાર્થ :- જેમ રત્નની શુદ્ધિ કરનાર સો ખારપુટ સાધનરૂપે છે તેમ આત્માની શુદ્ધિ કરનાર ધર્મક્રિયાનો (અને સમ્યજ્ઞાનનો) વ્યવહાર છે. ગુણોની વૃદ્ધિ કરનારી ધારાથી પૂર્વનો સર્વવ્યવહાર પ્રમાણ ગણાય છે જેમ યોગાચાર્ય દાસૂરઋષિ પોતાના યોગગ્રંથોમાં કહે છે તેમ. ૫૮॥ ટબો ઃजिम रतनशोधक - रतनदोषनो टालनहार, शतपुटखार सो खारपुट छइ, तिम आत्माना दोषनो शोधक क्रियाव्यवहार छइ । चरमक्रियासाधन माटइं प्रथमादि क्रिया पणि लेखइ छइ । प्रथमादि विना चरम खारपुट न होइ, ते विना रतनशुद्धि न होइ, ए क्रियादृष्टान्त जावो । गुणधारावृद्धिं सर्वप्रमाण एह ज अभिप्रायइं योगवासिष्ठ ग्रंथ मध्ये दासूरऋषि रामचन्द्रप्रति बोल्या ॥५८॥
વિવેચન :- જેમ મલીન રત્ન હોય તો તેને શુદ્ધ કરનાર એટલે કે રત્નના દોષનો ટાલનહાર (દોષને દૂર કરનાર) ટંકણખારના સો પુટ આપવા (એટલે મલીન સુવર્ણને સેંકડોવાર ખાર આપવો) તે ઉપાય છે તેની જેમ આત્મામાં રહેલા દોષોને દૂર કરવાનો ઉપાય=દોષોનો શોધક (સમ્યજ્ઞાનપૂર્વકનો) ક્રિયાવ્યવહાર છે. છેલ્લી એટલે કે ચરમક્રિયા જે થાય તેનાથી જ આત્મા શુદ્ધ બને છે એટલે કે ચરમક્રિયા એ જ શુદ્ધિનું પરમસાધન છે. પરંતુ પૂર્વના સમયોની ક્રિયા વિના ચરમસમયની ક્રિયા આવતી નથી. માટે પ્રથમસમય-દ્વિતીયસમય આદિની સકલક્રિયાને પણ સાધનરૂપે ગણવી જોઈએ. જેમ અમદાવાદથી શંખેશ્વર જવું હોય તો