________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
છે
હવે જો એમ કહેશો કે આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થવું એ જ આત્માનું શુદ્ધ થવાપણું છે આમ જો કહેશો તો જે વાસણ આદિ પદાર્થો સમલ હોય તેની નિર્મળતાનું જીવને જ્ઞાન થાય ત્યારે તે મલીન વાસણો પણ નિર્મળ થઈ જવાં જોઈએ. જે જ્ઞાન માત્રથી જ મલીનતા દૂર થતી હોય તો મલીન વાસણને રાખથી ધોવા વગેરેના ઉપાયો કરવાની જરૂર રહેતી નથી, પણ સંસારમાં આવું જોવા મળતું નથી.માટે તમારી વાત બરાબર નથી.
૧૩૮
હવે જો એમ કહો કે જેમ રત્નાદિકમાં શુદ્ધિ અને અશુદ્ધિ બન્ને હોય છે. ત્યાં ઉપાયપૂર્વક અશુદ્ધિ જો દૂર કરવામાં આવે તો ઉપાય સ્વરૂપ ઉપાધિથી અશુદ્ધિ દૂર થાય છે અને શુદ્ધિ પ્રગટ થાય છે આમ જો વાસણમાં અશુદ્ધિ જવાથી શુદ્ધિ થાય છે. આમ જો કહો તો આત્મામાં પણ પરિણામવિશેષે આ જ રીતે અશુદ્ધિમાંથી શુદ્ધિ થાય છે આમ સમજો. જેમ રત્નાદિકમાં શુદ્ધિનું જ્ઞાનમાત્ર કરવાથી રત્નો શુદ્ધ થતાં નથી પરંતુ તેમાં રહેલી અશુદ્ધિ દૂર કરવાથી શુદ્ધિ આવે છે તેમ આત્મામાં પણ જે પહેલાં માયોપહિત એટલે માયાથી યુક્ત પરિણામ હતો કે જે અશુદ્ધ પરિણામ કહેવાતો હતો. તે જ માયાથી રહિત અવસ્થાવિશેષ બનવાથી શુદ્ધ કહેવાય છે. પરંતુ જ્ઞાન માત્ર કરવાથી અશુદ્ધ વસ્તુ શુદ્ધ બનતી નથી. આમ માનવું જોઈએ. જેમ જે રત્ન સમલ હતું, તે જ ઉપાયવિશેષથી અમલ થાય છે તેમ આ આત્મા પણ મોહના મેલથી જે સમલ હતો અને ધર્મપુરુષાર્થ વિશેષ કરવાથી મોહના મેલથી રહિત થવાના કારણે તે જ અમલ બને છે. એટલે આત્માની પોતાની જ બન્ને અવસ્થાવિશેષ છે. આમ માનવું જોઈએ.
પુદ્ગલદ્રવ્યમાં પરિણામને અનુસારે શુદ્ધિ-અશુદ્ધિ થાય છે આમ કહેવું અને આત્માને વિષે શુદ્ધિ-અશુદ્ધિ થાય છે આમ ન કહેવું, અને કેવળ કુટસ્થ નિત્યપણું જ માત્ર કહેવું. તે કેવી કુબુદ્ધિ કહેવાય ? અર્થાત્ જેમ રત્ન સમલમાંથી અમલ (નિર્મળ) થાય છે તેમ આત્મા પણ મલીનભાવમાંથી નિર્મળ ભાવને પામે છે. માટે નિત્યાનિત્ય