________________
૧૩૧
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન दोष । जो जीव करइ नही तो बंध न घटइं तथा मोक्ष न घटइं । जो इम कहिइं क्रियावती प्रकृति छइं, माटइं प्रकृति बंधाइं । सात्त्विकराजस-तामसभावइं प्रकृतिनई ज संबंध छई । तद्विकारमहत्तत्त्वना ए भाव छई । जीवनइं तो अध्यासमात्र छई । सविलासप्रकृतिनिवृत्तिरूप मोक्ष ते जीवनइं छइं ए तो घटइं नहीं, जे माटई जे बंधाइ ते छूटइं । अन्यनइं बंध, अन्यनइं मोक्ष ए कहवं ज किम રો? પઝા
વિવેચન :- આ પ્રમાણે જીવ એ અકર્તા છે અને અભોક્તા છે આમ સાંખ્યદર્શનકાર અને વેદાન્તદર્શનકાર એમ બને દર્શનકારો માને છે. જૈનદર્શનકાર આ બને દર્શનકારને દૂષણ આપતાં કહે છે કે સાંખ્યને અને વેદાન્તદર્શનકારોને એમ બન્નેએ સરખું જ દૂષણ આવે છે તે આ પ્રમાણે -
જો આ જીવ ક્રિયા કરતો ન હોય અર્થાત્ અકર્તા જ હોય તો કર્મનો બંધ પણ જીવને ન ઘટે, જે ક્રિયા કરે તેને જ શુભાશુભક્રિયા પ્રમાણે શુભાશુભ કર્મનો બંધ થાય હવે જો જીવને બંધ થતો ન હોય તો તેનો મોક્ષ પણ ન ઘટે. કારણ કે જે બંધાયો હોય તેની જ મુક્તિ થાય એટલે જીવમાં જો બંધ ન ઘટે તો મુક્તિ પણ ઘટશે નહીં, જેમાં બંધ હોય તેમાં જ મુક્તિ ઘટે. અન્યમાં મુક્તિ કહેવી તે અયુક્ત છે.
હવે જો એમ કહેવામાં આવે કે પ્રકૃતિ નામનું જે તત્ત્વ છે તે ક્રિયાવાળું છે અર્થાત્ જે પ્રકૃતિ છે તે ક્રિયાવતી છે. એટલે તેને બંધન હોય છે. પ્રકૃતિ શુભાશુભ ક્રિયાવાળી છે માટે પ્રકૃતિને પુણ્ય-પાપનો બંધ થાય છે. આત્માને કોઈપણ પ્રકારનો બંધ થતો નથી. કારણ કે પ્રકૃતિ જ સત્ત્વ-રજસ્ અને તમોગુણવાળી છે એટલે તેવા ભાવોની સાથે પ્રકૃતિનો જ સંબંધ છે આત્માનો તેવા ભાવો સાથે સંબંધ નથી. પ્રકૃતિના વિકારાત્મક પ્રકૃતિમાં જે મહત્તત્ત્વ છે (અર્થાત્ બુદ્ધિતત્ત્વ છે) તેના જ વિકારાત્મક