________________
૧૩૦
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ તથા છેલ્લું અગિયારમું મન આમ ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય, (૧) મન મળીને કુલ ૧૧ ઈન્દ્રિયો. આમ આ સોળનો ગણ (સોળનો સમૂહ) એ માત્ર વિકૃતિ સ્વરૂપ જ છે. કારણ કે તે સોળે તત્ત્વો અહંકારાદિમાંથી પ્રગટ થાય છે. તેથી માત્ર કાર્યાત્મક છે. આ સોળ તત્ત્વો કોઈનું પણ કારણ બનતા નથી.
ચેતનતત્ત્વ એ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિરૂપ પણ નથી. આ ચેતન એ કોઈનું કારણ પણ બનતું નથી અને કોઈનું કાર્ય પણ બનતું નથી. આમ ચૈતન્ય કુટસ્થ નિત્યદ્રવ્ય છે. આ પ્રમાણે - (૧) મૂલભૂતપ્રકૃતિએ પ્રકૃતિરૂપ (કારણસ્વરૂપ) છે પણ વિકૃતિસ્વરૂપ
નથી. (એટલે કાર્યસ્વરૂપ) નથી. (૨) સાત તત્ત્વ એ પ્રકૃતિ સ્વરૂપ પણ છે અને વિકૃતિસ્વરૂપ પણ છે. (૩) સોળ તત્ત્વ. એ માત્ર વિકૃતિસ્વરૂપ છે પણ પ્રકૃતિ સ્વરૂપ નથી.
આમ ૨૪ તત્ત્વો પ્રકૃતિમાંથી થાય છે અને પુરુષ (આત્મા) એ પચીસમું તત્ત્વ છે. આમ કુલ ૨૫ તત્ત્વો આ સંસારમાં છે. આમ સાંખ્યદર્શન કહે છે. પણ
એ બિહુનઈ સાધારણ દોષ, ન કરઇ તો કિમ બંધન મોષી મન બંધાઇ છુટઇ જીવ, એ તો યુગતુ નહીં અતીવ પાl
ગાથાર્થ - આમ સાંખ્યદર્શન અને વેદાન્તદર્શન એમ બન્નેને લગભગ સરખા જ દોષો આવે છે. કારણ કે જે જીવ કર્તા ન હોય તો તેને ફોગટ (મૃષા) બંધન કેમ હોય ? મન બંધાય છે અને જીવ મુક્ત થાય છે. આ વાત તો અતિશય યુક્તિ વિનાની છે. //પ૪l | રબો :- રૂમ નીવ મસ્ત-મોવતા સાંધ્ય વેદાંતી ર તે कहिए, बिहुनई दूषण दिई छई - ए बिहुनइं साधारण कहेतां सरखो