________________
૧૩૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ સત્ત્વાદિ ભાવો છે. માટે પ્રકૃતિને જ બંધ થાય છે. કારણ કે પ્રકૃતિ જ વિકારી તત્ત્વ છે. આત્મામાં તો તે બંધનો આરોપ માત્ર કરાય છે. પ્રકૃતિ આત્માને વળગેલી હોવાથી પ્રકૃતિના જે વિકારો છે તે ઉપચારથી=અધ્યાસમાત્રથી આત્માના પણ કહેવાય છે અર્થાત્ ઉપચારમાત્રથી તે આત્માના કહેવાય છે. વાસ્તવિકપણે બધા જ વિકારો પ્રકૃતિમાં છે. આત્મામાં નથી તો પણ આત્મામાં તેનો ઉપચાર કરાય છે.
જ્યારે આ ઉપચારની નિવૃત્તિ થાય છે ત્યારે તે જીવનો મોક્ષ થયો એમ કહેવાય છે આવો બચાવ જો વેદાન્તી અને સાંખ્યદર્શનકાર કરે તો તે બચાવ ઉચિત નથી. કારણ કે જે બંધાય તેને જ છૂટવાનું હોય છે. એટલે જો પ્રકૃતિતત્ત્વ બંધાયુ હોય તો પ્રકૃતિતત્ત્વનો જ મોક્ષ થયો કહેવાય. આત્મા જો બંધાતો જ નથી તો તેની મુક્તિ થઈ આમ કેમ કહેવાય ?
બંધાય અન્ય અને મુક્તિ થાય અન્યની આવું કહેવું તે યુક્તિયુક્ત નથી. માટે આ સાંખ્યદર્શન અને વેદાન્તદર્શનની વાત યુક્તિપૂર્વકની નથી. પરમાર્થે ઊંડો વિચાર કરો તો સમજાશે કે આ બન્ને દર્શનકારોની વાત મિથ્યા છે. //પ૪ પરમારથથી નવિ બંધ ન મોક્ષ, ઉપચારાં જ કરસ્યો તોષા મોક્ષશાસ્ત્ર તો તુહ સવિ વૃથા,
જેહમાં નહીં પરમારથ કથા ||પપા ગાથાર્થ - આ જીવને પરમાર્થથી બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. બધું જ ઉપચારે છે. આમ કહીને જો તમે સંતોષ માનશો તો તમારી વાત બરાબર નથી. કારણ કે તમારા મતે મોક્ષશાસ્ત્ર સર્વથા વૃથા થશે. કારણ કે જેમાં પરમાર્થપણાની વાત જ નથી. બધું જ ઉપચારે છે તેવા મોક્ષનો અર્થ શો ? (જો મોક્ષતત્ત્વ પણ ઔપચારિક જ હોય તો તેવા તત્ત્વને પામવાનો અર્થ શો ?) //પપો