________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
પુરુષ તો ચૈતન્ય સ્વભાવવાળો છે માટે સાંસારિક ભાવોનો અકર્તા (નપુંસક) છે તે પુરુષ સાંસારિક કાર્યો કરવામાં અસમર્થ છે જેમાં જ્ઞસ્વભાવ હોય તે જાણવાનું જ કામ કરે પણ તેને કર્તૃત્વસ્વભાવ કેમ કહેવાય ? (કર્તાપણાનો સ્વભાવ કેમ હોય ?) અર્થાત્ ન હોય જ્યાં જ્ઞાનસ્વભાવ હોય ત્યાં કર્તાસ્વભાવ ન હોય, જેમ મુક્તગત આત્મા સર્વજ્ઞ હોવાથી શસ્વભાવવાળા છે પરંતુ પરભાવોના કર્તૃત્વસ્વભાવવાળા નથી. તેમ આ આત્મા પણ જ્ઞાનસ્વભાવવાળો છે પણ કર્તૃત્વસ્વભાવવાળો નથી.
૧૨૪
પ્રકૃતિ (અને તજ્જન્ય બુદ્ધિતત્ત્વ) જે જે કાર્ય કરે છે તે તે કાર્યનું પુરુષમાં પ્રતિબિંબ થાય છે. તેથી પુરુષ પ્રતિબિંબભાવે ભોગવે છે. એટલે પુરુષ (અર્થાત્ આત્મા) કર્તા નથી પરંતુ ઔપચારિક ભોક્તા છે, પારમાર્થિકપણે ભોક્તા પણ નથી.
“બુદ્ધિમાં પડેલા જે પરિણામો છે તેના આકારના પ્રતિબિંબને ગ્રહણ કરવું. એ જ ચેતનનું ઔપચારિક ભોક્તત્વ છે” ચેતનમાં પારમાર્થિકપણે ભોક્તત્વ પણ નથી.
આ પ્રમાણે સાંખ્યમત પ્રમાણે પુરુષ (આત્મા) કર્તા તો નથી જ પરંતુ પારમાર્થિકપણે ભોક્તા પણ નથી. ઔપચારિક ભોક્તા છે તથા અગમ્ય (ઈન્દ્રિયજન્ય જ્ઞાન વડે ન દેખી શકાય અને ન સમજી શકાય) તેવું આ તત્ત્વ છે તથા અગોચર (ઈન્દ્રિયોના અવિષયભૂત) તત્ત્વ છે. વળી તે આત્મા કુટસ્થનિત્ય છે. એટલે કે અનિત્યધર્મથી સર્વથા રહિત છે. સર્વકાલે નિત્યમાત્ર સ્વભાવવાળું જ આ તત્ત્વ છે. વળી તે પુરુષતત્ત્વ સદાશિવ છે એટલે કે સર્વકાલે ઉપદ્રવ વિનાનું તત્ત્વ છે અને વળી તે પુરુષતત્ત્વ રમ્ય એટલે રમણીય (અતિશય મનોહર) તત્ત્વ છે.
સારાંશ કે પ્રકૃતિ જ (તજ્જન્યબુદ્ધિ જ) કર્તા છે પુરુષ અકર્તા છે. ક્લીબ છે (નપુંસક છે) અર્થાત્ પુરુષ અકર્તા છે માત્ર પ્રકૃતિ જે જે કાર્ય