________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૨૫
કરે છે તેનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે એટલે પુરુષ તેને ભોગવનાર છે એટલે કે ભોક્તા છે. આમ કહેવાય છે અને તે ભોક્તાપણું પણ પ્રતિબિંબરૂપે હોવાથી ઔપચારિક ભોક્તા છે પારમાર્થિક ભોક્તા પણ નથી.
આવા પ્રકારનું અકર્તા, ઔપચારિક ભોક્તા, ઈન્દ્રિયોથી અગોચર કુટસ્થનિત્ય (એકાન્તે નિત્ય, અનિત્યતા વિનાનું) અને સદાશિવ=સર્વકાળે ઉપદ્રવ વિનાનું અને અતિશય રમણીયતાવાળું આ આત્મા નામનું આમ સાંખ્યદર્શન માને છે. પા
આપ વિલાસ પ્રકૃતિ દાખવી, વિરમઈ જિમ જગિ નટ્ટઇ નવી। પ્રકૃતિ વિકારવિલય તે મુક્તિ,
નિર્ગુણ ચેતન થાપિ યુક્તિ ll૫૧॥
ગાથાર્થ :- નવી નર્તિકા (નૃત્યકલા કરનારી નારી) સભા સમક્ષ પોતાની નૃત્યકળા જણાવીને જેમ નિવર્તે છે (વિરામ પામે છે) એવી જ રીતે પ્રકૃતિ પણ પોતાના ઈન્દ્રિયવિકારાદિ પ્રપંચ પુરુષને દેખાડીને નિવર્તન પામે છે. પ્રકૃતિના આ વિકારો ઉપરનો જે વિજય છે અર્થાત્ વિકારોનો જે વિલય—વિનાશ છે) તેને જ મુક્તિ કહેવાય છે. પણ ચેતનદ્રવ્ય પોતે કોઈ પણ પ્રકારનું પરિવર્તન પામતું નથી તે અવિકારી દ્રવ્ય છે અને નિત્ય દ્રવ્ય છે. આમ યુક્તિપૂર્વક આ વાત સ્થાપિત કરી. આ પ્રમાણે સાંખ્ય માને છે. ૫૧॥
ટો :
प्रकृति - आत्मविलास कहेतां मदनादिप्रपंच देखाडी विरमइ = निवर्तइ, जिम जगि नवी नट्टइ नाटिक देखाडी विरमइ । उक्तं च
-
,
रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथा ऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥ प्रकृतिविकारनो विजय तेह ज मुक्ति । युक्ति ते "चितिरसङ्क्रमा" इत्यादि सूत्रानुसारडं निर्गुण चेतननई थापड़ छइ ॥ ५१ ॥