________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧ ૨૩ અક્રિય છે તો પણ બુદ્ધિમાં થયેલી ક્રિયાનો આત્મામાં આરોપ કરાય છે. તેથી આત્મામાં ક્રિયા જણાય છે. I૪. પ્રકૃતિ કરઈ, નવિ ચેતન ક્લીબ,
પ્રતિબિંબઈ તે ભુજઈ જીવ ! પંચવીસમું તત્ત્વ અગમ્ય છઈ, કુટસ્થ સદાશિવરખ્ય ||પનાં
ગાથાર્થ - પ્રકૃતિ જ સઘળાં કાર્યો કરે છે, પરંતુ જીવ કોઈપણ કાર્યો કરતો નથી. અર્થાત સર્વકાર્ય કરવામાં પુરુષ તો નપુંસકતુલ્ય છે. બુદ્ધિ જે કાર્ય કરે છે તેને જીવ પ્રતિબિંબરૂપે ભોગવે છે. (જીવમાં પ્રતિબિંબિત થાય છે.) પચીસમું તત્ત્વ જે આત્મા છે તે અગમ્યતત્ત્વ તથા તે આત્મા કુટસ્થ નિત્યતત્ત્વ છે અને સદાકાળ કલ્યાણ સ્વરૂપ તથા રમણીય-મનોહર-શુદ્ધતત્ત્વ છે. //૫oll
| ટહ્નો - પ્રકૃતિ તે સર્વ વાર્થ વાર છડું, ચેતન=માત્મ=વિ करइ, जे माटइ ते क्लिब छइ, क्रियानो असमर्थ छड् । ज्ञस्वभाव ते कर्तृस्वभाव किम होइ ? बुद्धि करइ छई, ते प्रतिबिंबइ, जीव भुंजइ छई "बुद्धिनिष्ठप्रतिबिंबग्राहित्वमेव चितो भोगः" ।
अत एव सांख्यमतइं साक्षाद्भोक्ता आत्मा नथी । पंचवीसमुं तत्त्व आत्मरूप-अगम्य-अगोचर छई, कूटस्थ-कहेतां अनित्यधर्मरहित सदाशिव कहेतां सदानिरुपद्रव, रम्य कहेतां मनोहर ॥५०॥
વિવેચન - સાંખ્યમતને અનુસારે પુરુષ અને પ્રકૃતિ એમ મૂલ બે તત્ત્વ છે. તેમાં પ્રકૃતિ નામનું જે તત્ત્વ છે તે જ સર્વ કાર્યની કર્તા છે. પ્રકૃતિ જ સત્ત્વ રજસ અને તમસૂની બનેલી છે, તે જ સંસારનાં સર્વ કાર્યો કરે છે, પરંતુ પુરુષ કંઈ પણ સાંસારિક કામ કરતો નથી. એટલે પુરુષ તે અકર્તા છે અર્થાત્ નપુંસક છે એટલે કે કોઈ પણ પ્રકારનું કામ પુરુષ કરતો નથી. પ્રકૃતિ અને તજ્જન્ય બુદ્ધિ જ સકલ કાર્ય કરે છે.