________________
૧૧૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને બાળી નાખે છે. આ પ્રમાણેનું વેદવાક્ય છે. તેથી જ્ઞાન એ કર્મોને બાળવાનું પ્રધાનતમ સાધન છે. આ વાક્યમાં “સર્વ” એવું વિશેષણવાચી પદ છે તેનો સંકોચ કરવો અર્થાત્ તેને ન બોલવું કે ન લેવું તે અન્યાયમાત્ર જ છે.
સારાંશ કે જ્ઞાની આત્માને જ્ઞાનના બળે સર્વ કર્મોનો ક્ષય થઈ જાય છે. સર્વ અદષ્ટનો, પુણ્ય-પાપરૂપ સર્વ પ્રકારના પ્રારબ્ધનો નાશ થઈ જાય છે. કર્મમાત્રનો નાશ થઈ જાય છે એટલે પ્રારબ્ધનો પણ નાશ થઈ જાય છે “પ્રારબ્ધમાત્ર (કર્મમાત્ર) બાકી હોય છે આમ માનવું તે ઉચિત નથી” સર્વ કર્મ અને સર્વ પ્રકારના પ્રારબ્ધનો નાશ થઈ જાય છે.
ઈશ્વરને જેમ પોતાનું શુભ કે અશુભ કોઈ પણ પ્રકારનું કર્મ નથી. પોતાના સર્વ કર્મોનો નાશ થયેલો છે. તો પણ સંસારી જીવોના કર્મોના સહારે ઈશ્વર પોતે પણ સંસારી જીવોના સુખ-દુઃખમાં ભાગ ભજવનાર બને છે તેની જેમ સંસારી એવા જીવને અન્ય જીવોના શુભાશુભ કર્મોના પ્રભાવે તેઓને સુખ-દુઃખમાં સહાયક થવારૂપે ઇશ્વર સ્વરૂપે બનેલા એવા તે જીવને (ઈશ્વરને) પણ કર્મો ન હોવા છતાં શરીરની સ્થિતિ સંભવે છે.
સારાંશ કે ઈશ્વર પોતે પરમાત્મા હોવાથી અને સંસારથી પર થયેલા હોવાથી ભોગપ્રવૃત્તિ માટે શરીર ધારણ કરતા નથી. સંસારીની જેમ પાંચે ઈન્દ્રિયોના ભોગો ભોગવવા માટે શરીર ધારણ કરતા નથી. પરંતુ અન્ય સંસારી જીવોએ જે પુણ્ય-પાપ કર્મો કર્યા હોય છે તેથી તેને સુખ-દુઃખ આપવા માટે તેઓના પુણ્ય-પાપના આધારે ઈશ્વર નટવૈયાની જેમ ઘડીભર માટે શરીર ધારણ કરે છે. એટલે ઈશ્વરને શરીરસ્થિતિ પર માટે જ હોય છે.
આ શ્લોકમાં લખેલા “સર્વવાિ ” શબ્દમાં “સર્વ” એવો શબ્દ સંકોચવાની (છૂપાવવાની) જરૂર નથી. કારણ કે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળે જ છે. આમ અર્થસંગત થઈ શકે છે. ll૪પ