________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
કરઇ ન ભુંજઇ ઇમ આતમા, વેદંતી બોલઇ મહાતમા સાંખ્ય કહઇ પ્રકૃતિ જ સવિ
કરિ ચેતનરૂપ બુદ્ધિમાંહિ ધરિ ૪૬॥
૧૧૭
ગાથાર્થ :- આ પ્રમાણે આત્મા કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી એમ મહાત્મા વેદાન્તી કહે છે, પરંતુ સાંખ્ય આમ કહે છે કે પ્રકૃતિ જ સર્વકાર્ય કરે છે અને સ્વપરિણામાત્મક સ્વચ્છ જે બુદ્ધિતત્ત્વ છે, તેમાં ચૈતન્ય સ્વરૂપ આત્માનું રૂપ પ્રતિબિંબિત થાય છે. ।।૪૬)
ટબો :- રૂમ આત્મા ન તાં, ન મોતા, રૂમ જેવાંતી વોનફ
'
छई, सांख्य कहइ छई "सत्त्वरजस्तमोगुणनी साम्यावस्था अनादि मूलकारण प्रकृति छई, तेह ज सर्व प्रपंच करई छइं स्वपरिणाममहत्तत्त्वापरनामक स्वच्छ बुद्धि छइं, तेहमां चिन्मात्र आत्मरूप प्रतिबिंब ઘરડું છે. ૪૬॥
વિવેચન :- વેદાન્તદર્શનના કર્તા જે મહાત્મા છે તે મહાત્મા કહે છે કે “આ આત્મા કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી” આત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિર્મળ-નિરંજન-નિરાકાર તત્ત્વ છે (આમ અહીં વેદાન્ત દર્શનકારની સાથેની ચર્ચા સમાપ્ત થાય છે).
હવે સાંખ્યદર્શનનકાર એમ કહે છે કે “સત્ત્વ-રંજસ અને તમોગુણની જે સમાન અવસ્થા તેનું નામ પ્રકૃતિતત્ત્વ છે. તેમાં (બુદ્ધિમાંમહત્તત્વમાં) ચિન્માત્રરૂપ (જ્ઞાનમાત્ર સ્વરૂપવાળા) આત્માનું પ્રતિબિંબ પડે છે અર્થાત્ બુદ્ધિ આત્માનું પ્રતિબિંબ ઝીલે છે.
આખાય આ સંસારનું કારણ પ્રકૃતિતત્ત્વ છે તે પ્રકૃતિ સત્ત્વરજસ અને તમસ્ ગુણાત્મક છે એટલે કે સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણાત્મક પ્રકૃતિતત્ત્વ નામનું એક તત્ત્વ છે. આ પ્રકૃતિ જ