________________
સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૧૫ इत्यादि वाक्यई कर्मसर्वपदसंकोचनी अन्याय्यताई ज्ञानीनइं अदृष्टमात्रनो नाश मानिइं छइं । अनइं तेहनइं शरीरस्थितिकारण ते ईश्वरशरीरनी परि अन्यादृष्ट छइ ॥४५॥
વિવેચન :- તત્ત્વજ્ઞાની આત્માને વિધિરૂપ કે નિષેધરૂપ કોઈપણ પ્રકારની ક્રિયા કરવાની હોતી નથી. “આ ધર્માચરણ કરવાનું છે અને આ ધર્માચરણ કે પાપાચરણ કરવાનું નથી” આમ વિધ્યાત્મક કે નિષેધાત્મક કોઈપણ જાતની ક્રિયા કરવાની રહેતી નથી, કારણ કે વિધિરૂપ ક્રિયા કે નિષેધરૂપ ક્રિયા આ સઘળી પણ ક્રિયા અવિદ્યાવાળા પુરુષનો વિષય છે એટલે કે જે આત્માઓ અવિદ્યાવાળા છે, મોહના ઉદયવાળા છે, કર્માધીન છે, સંસારમાં જન્મમરણ કરનારા છે એવા સંસારી જીવો અદષ્ટકકર્મને આધીન છે એવા જે પુરુષો છે તેના જ માત્ર વિષયવાળી આ ક્રિયા હોય છે. જેને કર્મો તુટી ગયાં છે, બળી ગયાં છે તેવા આત્માને આવી ક્રિયાઓ કરવાની હોતી નથી.
તથા આહાર લેવો, નિહાર કરવા જવું ઈત્યાદિ જે શરીરસંબંધી ક્રિયા છે તે ક્રિયામાં શરીર એ સાધન છે. જ્યાં સુધી આ જીવને પ્રારબ્ધ એટલે અદષ્ટ હોય છે ત્યાં સુધી તે અદષ્ટના કારણે સાધનસ્વરૂપે શરીર હોય છે તેથી તે શરીરસંબંધી ક્રિયા સહજભાવે થયા કરે છે પરંતુ ઈચ્છાપૂર્વકની અર્થાત્ બુદ્ધિપૂર્વકની કોઈ ક્રિયા આ જીવોને હોતી નથી. કારણ કે હવે કંઈ પણ કરવાનું બાકી રહ્યું જ નથી. આમ સાંપ્રદાયિક= સિદ્ધાન્તવાદી વેદાન્તદર્શનકાર કહે છે.
પરંતુ ઉર્ફેબલ સિદ્ધાન્તવાદી (સિદ્ધાન્તની પરવા કર્યા વિના સ્વતંત્રમતિથી કહેનારા) વેદાંતી આમ કહે છે કે -
હે અર્જુન ! (તમિન) તે જઘન્ય કે ઉત્કૃષ્ટ ભાગ્ય (નાનું કે મોટું એમ કોઈપણ પ્રકારનું ભાગ્ય) આ જીવનાં કર્મોનો નાશ કરે છે અને