SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૯૫ ઉપચારરૂપ ગાંઠ છે એટલે કે જે પોતાનું ન હોય તેને પોતાનું માનવાનો જે ભ્રમ થવો તે અજ્ઞાનદશા રૂપ ગાંઠ છે. સંસારમાં આ સર્વ મનુષ્યો-પશુઓ-પક્ષીઓ, ઘર-દુકાન આદિ જે કંઈ દેખાય છે તે સર્વે પ્રપંચરૂપ=મિથ્યાભાસ છે. અર્થાત્ તે કોઈ વસ્તુઓ છે જ નહીં પણ ભ્રમમાત્ર રૂપે દેખાય છે. જેમકે સ્વપ્નમાં લાડુ દેખાય છે. લાડુના ભરેલા થાળ દેખાય છે. અને લાડુ ખાધા આમ પણ દેખાય છે. પરંતુ તે સઘળું ય જેમ મિથ્યા ભાસ માત્ર છે. તેમ આ સંસારમાં દેખાતા સર્વે પણ પદાર્થો મિથ્યારૂપ છે. અર્થાત્ જે કંઈ દૃશ્યમાન (દેખાય) છે તે સઘળું સ્વપ્નમોદકની જેમ મિથ્યારૂપ છે. II૩૫મા અવતરણ :- વેદાન્તદર્શનકાર બ્રહ્મ એ સત્ય છે અને જગત્ એ મિથ્યા છે. તે વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે (આ વેદાન્ત દર્શનકાર જે માને છે તે પૂર્વપક્ષરૂપે રજુ કરાય છે) જિમ કટકાદિ વિકારી હેમ, સત્ય બ્રહ્મ જગજાલે તેમ I જે પરિણામી તેહ અસંત, અપરિણામી સંત કહી વેદંત II૩૬ના ગાથાર્થ :- જેમ કટક-કેયુરાદિ (કડુ અને કંદોરો વગેરે) વિકારી ભાવવાળું જે હેમ=સુવર્ણદ્રવ્ય છે તે સત્ય છે તેમ આખું જગત જાળરૂપ છે તેમાં બ્રહ્મ એ સત્ય છે. આ જગતમાં જે જે વસ્તુ પરિણામી (વિકારવાળી) છે તે વસ્તુ અસત્ છે. પરંતુ જે અપરિણામી વસ્તુ છે તે સત્ છે. આમ વેદાન્તદર્શનકાર કહે છે. ૩૬ ટબો :- બિમ ટ-ચૂર પ્રમુä સુવર્ણના વિવાર છેફ, जूठा, ते कार्यपणइं छई जेहना एहवं हेम छइं ते साचुं छइं, तिम जगजालरूप विकार जूठा छइं. ते मध्ये अविकारी ब्रह्म सत्य छ । जे परिणामी ते असत्, जे अपरिणामी ते सत् । इम वेदान्त कहइ,
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy