SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સઘળો પ્રપંચ મિથ્યારૂપ છે. જેમ સ્વપ્નમાં મોદકાદિનું દર્શન અને ભોજન દેખાય છે, તે મિથ્યા છે તેમ અહીં સમજવું. ૩૫મી ટબો :- માયા હતાં અજ્ઞાન, ‘અહં માં ન નાનામિ'' ત્યાિ प्रसिद्ध सर्व प्रपंच मूलकारण अनादिभाव, ते प्रमुखई मिश्रित जे उपचार ते ज्ञान-अज्ञाननी गांठरूप संसार छई. अज्ञानाध्यस्तनई विषई शरीराध्यास, शरीराध्यस्तनई विषई इन्द्रियाध्यास इत्यादि उपचारग्रन्थि जाणवी. सर्व प्रपंच मिथ्या छइ । दृश्यपणा माटइं जिम सुहणानो સંન્ન=સ્વપ્નમો∞ાર્જિ રૂપ" વિવેચન :- માયા” એટલે કે અજ્ઞાનદશા આત્મા પોતાના આત્માને ન જાણે એટલે કે “હું મારા આત્માને જાણતો નથી' આવા પ્રકારની જે અજ્ઞાનદશા છે તે અજ્ઞાનદશા જ સર્વ પ્રપંચનું મૂલ કારણ છે અને આ અજ્ઞાનદશા રૂપ માયા આ જીવને અનાદિકાળથી વળગેલી છે. આ અજ્ઞાનદશા રૂપ માયા વગેરેથી મિશ્રિત (એટલે કે માયાપૂર્વક) ઉપચાર થાય છે “આ મારું છે, આ મારું છે, હું વિદ્વાન છું, હું ધનવાન છું” ઈત્યાદિ જે ઉપચાર કરાય છે તે જ્ઞાન અને અજ્ઞાન એમ ઉભયદશા મિશ્ર થવાથી આવા પ્રકારની આ જીવમાં એક ગાંઠ બંધાય છે તેને જ સંસાર કહેવાય છે. આ જ્ઞાન-અજ્ઞાનની મિશ્ર બનેલી ગાંઠના કારણે આ જીવને શરીરાધ્યવસાય (આ શરીર એ જ હું છું, અને હું એ જ શરીર છે) આવા પ્રકારનો શરીરાધ્યવસાય (શરીર સાથેની મમતા) શરૂ થાય છે. શરીરાધ્યવસાય થવાના કારણે ઈન્દ્રિયાધ્યવસાય (ચક્ષુ આદિ જે જે ઈન્દ્રિયો છે તે હું છું, આ ઈન્દ્રિયો એ મારું સ્વરૂપ છે.) આવા પ્રકારનો ઈન્દ્રિયાધ્યવસાય શરૂ થાય છે. આ રીતે જે મારાપણાનો ભ્રમ થાય છે તે બધો ઉપચાર છે. એટલે કે
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy