________________
૯૬
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ "कालवृत्त्यभावप्रतियोगित्वमसत्यत्वम्, तद्भिन्नत्वम् सत्यत्वम्" उक्तं च
आदावन्ते च यन्नास्ति, मध्येऽपि हि न तत् तथा । વિતર્થઃ સશા: સન્તો, વિતથા રૂવ નક્ષતાઃ રૂદ્દા
| ( પારિવI ૬) " વિવેચન :- વેદાન્તદર્શનકાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ ઉપર ચાલે છે. જેમકે સુવર્ણમાંથી બનેલા જે કટક-કેયૂરાદિ=(કડાં કંદોરો અને બાજુબંધ આદિ) અલંકારો દેખાય છે તે સઘળા જુઠા છે. આ બનાવેલા પણ કડાં-બાજુબંધ-બંગડી કે હાર તે આજે હોય અને કાલે ગળાવવાં પણ પડે તો ન પણ હોય. માટે જુઠાં છે, ઔપચારિક છે. પરંતુ તેમાં રહેલું સુવર્ણ તે સત્ય છે. ગમે તે અલંકારમાં રહેલું અલંકારપણું નાશવંત છે. પરંતુ સુવર્ણપણું સદા રહેવાનું છે. કારણ કે કોઈ પણ અલંકારમાં રહેવું તે સુવર્ણ સદા રહે છે. માટે ઘાટથી બનેલા અલંકારો મિથ્યા છે. પણ મૂળભૂત સુવર્ણદ્રવ્ય એ સત્ય છે, યથાર્થ છે.
તેની જેમ જગતમાં થતા વિકારો એ જાળરૂપ છે એટલે કે મિથ્યા સ્વરૂપ છે. પરંતુ તે વિકારોની મધ્યે જે બ્રહ્મા છે તે સત્ય છે. બ્રહ્મા એ અવિકારી તત્ત્વ છે અને જગતુની જાળ વિકારી છે તેથી બ્રહ્મા એ જ યથાર્થ તત્ત્વ છે અને જગતમાં દેખાતા વિવર્તી (વિકારો) તે આજ છે અને કાલે નથી માટે મિથ્યા છે.
જે ત્રિકાલવર્તી સદા ધ્રુવ પદાર્થ હોય છે. તે સત્ય હોય છે પણ જે આજે હોય અને કાલે ન હોય, અથવા આજે ન હોય અને કાલે થાય તે સઘળા પદાર્થો પાણીમાં થતા પરપોટા જેવા છે. માટે કાલ્પનિક છે અને મિથ્યારૂપ છે. અવિકારી એવું જે મૂળભૂત બ્રહ્મતત્ત્વ છે. તે સૈકાલિક ધ્રુવતત્ત્વ હોવાથી સત્ય છે અને જે વિકારો છે તે ક્ષણિક અને જાળરૂપ હોવાથી મિથ્યા છે. આખી વાતનો નિચોડ એ છે કે –