________________
८६
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ કાર્ય-કારણનો સંબંધ પણ દ્રવ્યને કથંચિત્ નિત્ય માનીએ તો જ આ વાત યથાર્થ રીતે ઘટી શકે છે.
જો આત્માને નિત્ય ન માનીએ તો બંધ-મોક્ષ ક્ષણોનો સંબંધ જોડી શકાતો નથી. કારણ કે જે આત્મા કર્મોથી બંધાયો છે તે આત્મા તે જ ક્ષણે જો વિનાશ જ પામી જતો હોય તો મુક્ત થવાનું કોને રહ્યું? માટે કથંચિત્ નિત્ય માનીએ તો જ બંધ-મોક્ષ એમ બને અવસ્થા એક જ જીવમાં કાલભેદે યથાર્થપણે સંભવી શકે છે. જો આ વાતને બરાબર ના સમજીએ તો એક આંધળાની પાછળ બીજો આંધળો માણસ તેને અનુસાર ચાલે. તેમ અજ્ઞાની જીવ તર્ક વિનાની એકાન્ત ક્ષણિક માન્યતામાં જ રમ્યા કરે. પણ વાસ્તવિક પરિસ્થિતિને આ જીવ ક્યારેય સમજે નહીં. અને તેથી સાચું તત્ત્વ ક્યારેય પામે નહીં ૩ ll
ચણતણી પરિ થાઈ વિશુદ્ધ, નિત્ય આત્મા કેવલ બુદ્ધી રાગ વિના નવિ પ્રથમ પ્રવૃત્તિ,
તો કિમ ઉત્તર હુઈ નિવૃત્તિ ૩ના ગાથાર્થ - જો આત્મા કથંચિક્ નિત્ય હોય તો જ જે આત્મા પ્રથમ અશુદ્ધ હતો તે જ આત્મા કેવલજ્ઞાન પામતાં શુદ્ધ-બુદ્ધ બને છે જેમ રત્ન પ્રથમ માટી સાથે હોવાથી મલીન છે તે જ રત્ન માટી દૂર થતાં શુદ્ધ બને છે. તેમ આત્મા કથંચિ નિત્ય છે એમ માનીએ તો જ તેને શુદ્ધ કરવાનો પ્રથમ રાગ થાય. રાગ વિના શુદ્ધ કરવાની પ્રવૃત્તિ થાય નહીં. અને જો દુઃખોના ક્ષય માટે પ્રવૃત્તિ જ ન કરે તો નિવૃત્તિ ક્યાંથી થાય? Il૩ર/
ટબો :- “નિત્ય માત્મા મનડું, તિવારવું = પ્રથમ અશુદ્ધ हुतो, ते केवलज्ञानइं विशुद्ध थइ शुद्ध थाई, जिम रल पहिला अशुद्ध होइ, ते उपायथी पछई शुद्ध होइ ।