________________
૮૫
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
રબો :- માત્માનવું નિત્ય નિકું, તે મદહું ધ્રુવ-નિશ્ચય રી नथी । राग-द्वेष ते मनःसंकल्परूप छइं, आत्मज्ञानी निर्विकल्प स्वभाव समताभावमांहि आवइं, तिवारइं रागवासनानो लाग नथी. साम्यसंस्कार ते रागसंस्कारविरोधी छइं, आत्मानइं नित्यपणु मानिइं तो फल-मोक्ष अनइं हेतु-आत्मज्ञान-चारित्रप्रमुख तेहनो एकद्रव्यसंबंध संभवई, नहीं तो बंधमोक्षक्षणना संबंध विना सर्वत्र प्रवृत्ति अंधपराइं थाइं ॥३०॥
વિવેચન :- “આત્મા નિત્ય છે” આટલું માત્ર માનીએ તેનાથી નિશ્ચયથી રાગ થાય જ એવો નિયમ નથી. કારણ કે રાગ અને દ્વેષ મનના સંકલ્પસ્વરૂપ છે. જ્યારે આત્મજ્ઞાની મહાત્મા નિર્વિકલ્પસ્વભાવ સ્વરૂપ “સમતાભાવ” ધરાવે છે. તેથી જ્યાં જ્યાં નિર્વિકલ્પ સ્વભાવરૂપ સમતાભાવ વર્તે છે ત્યાં ત્યાં રાગભાવ સંભવતો નથી. કારણ કે સમતાભાવ એ રાગભાવનું વિરોધી તત્ત્વ છે. જ્યાં જ્યાં સમતાભાવ વર્તે છે ત્યાં ત્યાં રાગભાવ ન જ વર્તે. અને જ્યાં જ્યાં રાગભાવ વર્તે છે. ત્યાં ત્યાં સમતાભાવ ન જ વર્તે. એટલે આત્માને નિત્ય માનીએ તો રાગભાવ ન્યૂન થાય. એટલે કે જેટલા જેટલા અંશે સમતાભાવમાં આવીએ તેટલા તેટલા અંશે રાગભાવ નાશ પામે.
જો આત્માને નિત્ય માનીએ તો જ જે આત્મા કર્મોથી બંધાયો છે તે જ આત્મા કાળાન્તરે મુક્તિપદ પામે છે. આ વાતની યથાર્થસંગતિ થાય. તેથી આત્માની મુક્તિ થવી એ ફળ અને તે મુક્તિના હેતુરૂપે (ઉપાયસ્વરૂપે) “આત્મતત્ત્વની ઓળખાણ તે આત્મજ્ઞાન અને યથાર્થ આત્મતત્ત્વની રૂચિ તે સમ્યગ્દર્શન અને આત્મભાવમાં રમવું તે રૂપ સમ્યક ચારિત્ર વગેરે મોક્ષના હેતુ છે. આ રીતે ફળનો અને હેતુનો એક જ દ્રવ્ય સાથે સંબંધ ઘટી શકે છે. જે આત્મા આત્મજ્ઞાનમાં આત્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધામાં તથા આત્મતત્ત્વની યથાર્થ સ્વભાવદશાની રમણતા રૂપ ચારિત્રમાં એકાકાર થાય છે. તે જ આત્મા મુક્તિપદ પામે છે. આમ