________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૮૭ आत्मा नित्य छई, ते उपरि राग होई, तो ज धर्मार्थीनइं दुःखक्षयनइं अर्थि पहिला प्रवृत्ति होइ, ते न होई तो निवृत्ति पछइ વિદ્યાંથી હો ? રૂા
વિવેચન :- “આત્માને કથંચિત્ નિત્ય માનીએ તો જ પ્રથમ જે અશુદ્ધ હતો તે જ આત્મા કેવલજ્ઞાન પામે ત્યારે શુદ્ધ-બુદ્ધ થયો છે. આમ સમજાય. જેમ કોઈ કિંમતી રત્ન માટી સાથે હતું ત્યારે પ્રથમ કાલે તે અશુદ્ધ હતું. પરંતુ માટી આદિ પદાર્થો દૂર કરતાં તે જ રત્ન કાલાન્તરે ઉપાયો કરવાથી શુદ્ધ થાય છે આમ સમજી શકાય છે. “આત્મા કથંચિત્, પણ નિત્ય હોય” તો જ તેને મેળવવા, તેને શુદ્ધ-બુદ્ધ કરવા રાગ થાય અને તે જીવ ધર્માર્થી બનીને ધર્મ આચરવા દ્વારા કર્મોરૂપી મેલ દૂર કરવાનો પ્રયત્ન કરે. આત્માની નિર્મળ-શુદ્ધ દશા પ્રાપ્ત કરવાના રાગપૂર્વક પ્રવૃત્તિ કરતો છતો કાળાન્તરે રાગદશા ત્યજીને પૂર્ણપણે શુદ્ધ-બુદ્ધ અને કેવલજ્ઞાની બને છે.
જો આત્મા કથંચિત્ નિત્ય ન હોય તો દુઃખોમાંથી નિવૃત્તિ મેળવવાની રહેતી જ નથી. કારણ કે જો એકક્ષણ માત્ર જ રહેવાનું હોય તો સુખી હોય કે દુઃખી હોય પણ બીજાક્ષણે નાશ જ પામવાનું છે. આવો જીવ દુઃખક્ષય માટે પ્રવૃત્તિ કેમ કરે ? માટે આત્મા કથંચિત નિત્ય છે. આમ માનવું જોઈએ અર્થાત્ પર્યાયથી પલટાય છે. માટે ક્ષણિક પણ છે અને દ્રવ્યથી સદા રહે છે. માટે નિત્ય પણ છે. આ જ વાત સંપૂર્ણ સત્ય છે. આ આત્મા દ્રવ્યથી નિત્ય છે. અને પર્યાવયી અનિત્ય પણ છે એકલો ક્ષણિક કે એકલો નિત્ય નથી. અર્થાત્ નિત્યાનિત્ય એમ ઉભયરૂપ છે. ૩૧
અવતરણ - આત્માને કથંચિત નિત્ય માનીએ તો જ સંપૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિરૂપ મોક્ષ ઘટી શકે છે. તે સમજાવે છે - છાંડીજે ભવબીજ અનંત, જ્ઞાન અનંત લહીજઇ તંત ! પણિ નવિ આછો અધિકો ભાવ,
નિત્ય આતમા મુક્તસ્વભાવ રૂચા