________________
૬૬
કયા દષ્ટિબિંદુથી યા અપેક્ષાવિશેષથી પ્રવૃત્ત થયો છે એ બતાવી તે પ્રશ્ન પરત્વે એવાં બધાં જ જ્ઞાત દષ્ટિબિંદુઓને યથાસ્થાન ગોઠવવાં અને એકેયનો તિરસ્કાર ન કર–સમન્વયને આ એક અર્થ. ભિન્ન વિચારસરણી ધરાવનાર પરંપરામાં તત્ત્વ કે આચાર અંગે રૂઢ થયેલ ખાસ ખાસ શબ્દોને (તે અર્થ પર પિતાને મતભેદ હોવા છતાં) વિશાળ અર્થ અર્પી પિતાને અભિપ્રેત એવા અર્થમાં ઘટાવવા અને તે રીતે બન્નેની વિચારસરણુએ તત્ત્વતઃ જુદી હોવા છતાં રૂઢ શબ્દો દ્વારા સૂચિત થતી ભેદક રેખા લોપવી તે બીજો અર્થ. ભિન્ન ભિન્ન અભિપ્રાયથી એક જ અર્થમાં અસ્તિત્વમાં આવેલા ને પછી તે તે પરંપરામાં રૂઢ થયેલા એવા અનેક શબ્દોને, પ્રતિપાદ્ય વસ્તુની તાત્ત્વિક એકતા જોઈ, એક જ અર્થમાં ઘટાવવા અને ઉપરથી દેખાતો મતભેદ પવો તે સમન્વયને ત્રીજો અર્થ.
સામાન્ય રીતે સમન્વયના અર્થની આ ત્રણ કક્ષાઓ છે. તેમાંથી પહેલી કક્ષા નયવાદ અને અનેકાંતવાદરૂપે આ. હરિભદ્ર પહેલાંથી જ જાણીતી છે, પરંતુ સમન્વયના અર્થની બીજી અને ત્રીજી કક્ષા આ. હરિભદ્ર જ પિતાના તત્વચિંતન અને વેગ સંબંધી ગ્રંથોમાં સ્વીકારી છે. દા. ત. ઈશ્વર, પ્રકૃતિ, અદ્વૈત, વિજ્ઞાન, શૂન્ય જેવા તે તે દર્શનમાં રૂઢ એવા શબ્દોથી ઉચિત થતા વાદોને અર્થવિશેષ અને ભાવનાવિશેષ અપ, પિતાની માન્યતારૂપે ઘટાવી તે વાદોમાંનું અંતર નિવારવા પ્રયત્ન કર્યો છે. આથી પણ ચડિયાતી કક્ષા છેવટની છે. તેમાં તેઓ અવિધા, કલેશ, વાસના, કર્મ, પાશ ઈત્યાદિ શબ્દોને તેમજ તે તે સંપ્રદાયમાં માન્ય એવા મુક્ત, બુદ્ધ, અહંતુ આદિ શબ્દને એક જ અર્થના બાધક તરીકે દર્શાવી અને આધ્યાત્મિક દૃષ્ટિએ બધા જ
ગસિદ્ધોને સર્વજ્ઞ તરીકે લેખી વિક૯પવાસનાજનિત વિવાદને સમાવે છે.