________________
જ કરવાનું રહે” (પ્રસ્તા. પા. ર૫). આ વાત રજૂ કરતાં તેઓ - એમ પણ કહે છે કે વાદગ્રંથ અર્થશૂન્ય છે.
આ બે દાખલાઓ એટલું સમજવા માટે પૂરતા છે કે આ. હરિભદ્ર જ્યારે યોગપર વિચાર કરે છે ત્યારે તેઓ કોઈ સંકુચિત વાસના કે અભિનિવેશને વશ ન થતાં એક સાચા સાધકના અનુભવની જ વાણી વદે છે, અને એમાં એમનું મધ્યસ્થ અને સ્વતંત્ર તત્ત્વચિંતન પરાકાષ્ઠા પામે છે. તેથી જ એમના ગવિષયક ગ્રંથે એમના સમગ્ર સાહિત્યમાં મૂર્ધન્ય સ્થાન ભોગવે છે.
આ. હરિભદ્ર પહેલાં અનેક શતાબ્દીઓ થયાં જુદી જુદી સાધકપરંપરામાં યુગવિષયક સાહિત્યનું નિર્માણ તે થયું છે અને તેમના પછી પણ એવું સાહિત્ય પુષ્કળ રચાયું છે. તે બધું મૂલ્યવાન પણ છે, પરંતુ અમે જાણીએ છીએ ત્યાં લગી કોઈ પણ સાધકે આ. હરિભદ્ર જેવું તુલનાત્મક અને સમન્વયપ્રધાન યોગ-સાહિત્ય રચ્યું નથી. તેથી જ આપણે ભારતીય સંસ્કૃતિમાં તેમના વિશિષ્ટ કાળા અંગે એટલું કહી શકીએ કે તેઓ જેમ તત્વચિંતનની બાબતમાં તેમ યોગની બાબતમાં પિતાનું આગવું સ્થાન ધરાવે છે. અમારા આ વિધાનની પ્રતીતિ કરાવવા માટે એટલું જ સૂચન કરવું પર્યાપ્ત છે કે કઈ પણ વિદ્વાન કે વિચારક આ દૃષ્ટિએ તેમના યોગસાહિત્યને વાંચે વિચારે. પ્રસ્તાવનાને ઉપસંહાર કર્યા પહેલાં એક બાબત વિશે
સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. પહેલાં આ. સમન્વય” શબ્દના હરિભદ્રની વિશેષતા દર્શાવતાં પ્રસંગવશ અર્થની કક્ષાઓ અમે “સમન્વય” શબ્દ પ્રયોગ અનેક વાર
કર્યો છે. બધી જગાએ એ શબ્દને એક જ અર્થ નથી, તેથી તેના અર્થની કક્ષાઓ બરાબર જાણી લઈએ તો જ આ. હરિભદ્રની વિશેષતા યથાવત્ સમજાય. કોઈ પણ એક પ્રશ્ન પરત્વે મતભેદ પ્રવર્તમાન હોય ત્યારે દરેક મતવિશેષ