________________
સ્થાપન અને બીજાનું ઉત્થાપન કરવાની દૃષ્ટિ ન રાખતાં છયે દર્શનને માન્ય એવાં મૂળ મૂળ તત્ત્વોનું પ્રામાણિક નિરૂપણ કર્યું છે. એટલું જ નહિ, પણ તેમણે આખા દાર્શનિક જગતમાં અવગણાયેલ એવા ચાર્વાક મતની પણ એક દશન તરીકે ગણના કરી છે. આમ પદર્શનસમુચ્ચય એ આ. હરિભદ્રની એક અનોખી સૂઝને સચેટ પુરાવો છે અને ભારતીય દર્શન સાહિત્યના ઇતિહાસમાં પણ એ એક વિશિષ્ટ રચના બની રહે છે. તત્વચિંતનની પેઠે આચાર વિષય લઈને પણ આચાર્ય
હરિભદ્ર ભિન્ન ભિન્ન દૃષ્ટિથી નવું તેમજ આચાર સંશોધક વિશિષ્ટ સર્જન કર્યું છે. એવા સર્જનને અહીં
ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલા પ્રકારના સાહિત્યમાં નિગ્રંથ પરંપરામાં પરાપૂર્વથી ચાલ્યા આવતા ગૃહસ્થ અને યતિધર્મનું સંક્ષેપ તેમજ વિસ્તારથી વાચક ઉમાસ્વાતિના તત્વાર્થ, પ્રશમરતિ આદિ જેવા ગ્રંથોની પેઠે નિરૂપણ કરવામાં આવ્યું છે. આવું સાહિત્ય નિર્માણ કરવા પાછળ આ. હરિભદ્રની દષ્ટિ એ રહી લાગે છે કે જેઓ આગમકાલીન અને ઉત્તરકાલીન જન પરંપરાના નિવૃત્તિલક્ષી આચારોનું અધ્યયન કે પરિશીલન કરવા ઇછે તેમને નાના મોટા પ્રકરણ દ્વારા તેની સામગ્રી પૂરી પાડવી. આ પ્રકારના સાહિત્યમાં વિશિકાઓ, પંચવસ્તુ, પંચાશક, શ્રાવકપ્રજ્ઞપ્તિ જેવા ગ્રંથે આવે છે.
આચાર્ય હરિભદ્ર આચારવિષયક સાહિત્યને જે બીજો પ્રકાર ખેડ્યો છે તે ઐતિહાસિક તેમજ જૈન સંસ્કૃતિની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમના પહેલાં જ નિગ્રંથ પરંપરામાં નિવૃત્તિલક્ષી આચારમાં શિથિલતા અને વિકૃતિઓ પ્રવેશી હતી ૧ અને તેમના સમય સુધીમાં વધારે તીવ્ર પણ બની ગઈ હતી.
૧. ઉત્તરાધ્યયન અ. ૧૭ તેમજ સૂત્રકૃતાંગ ૧, ૭. ૨. જુઓ સંબોધપ્રકરણ, પા. ૧૩-૧૮. .