________________
આ બધી વિકૃતિઓનું આ. હરિભદ્ર સંબોધપ્રકરણ જેવા ગ્રંથમાં વિસ્તૃત વર્ણન કર્યું છે જે તત્કાલીન નિગ્રંથ સંઘની સ્થિતિનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. તેઓ જણાવે છે કે “જૈન સાધુ ચૈત્યમાં અને મઠમાં રહે છે, પિતાની જાત માટે દેવદ્રવ્યને ઉપયોગ કરે છે, વિવિધ રંગના સુગંધી વચ્ચે પહેરે છે, આહાર માટે ખુશામત કરે છે, પૈસાને માટે અંગ-ઉપાંગ વગેરે સૂત્રો શ્રાવકોની સામે વાંચે છે, ગુણવંત જન તરફ દ્વેષ રાખે છે, પૈસા આપીને નાના બાળકોને ચેલા કરવા માટે વેચાતા લે છે, મુગ્ધજનેને ઠગે છે, અંતર-મંતર કરે છે, વ્યાજવટું તેમજ ધીરધાર કરે છે, પિતાને માટે વસ્ત્ર, પાત્ર અને દ્રવ્ય પોતાના ગૃહસ્થને ઘરે ભેગું કરાવે છે, ચેલાઓ માટે પરસ્પર લડી મરે છે” ઈત્યાદિ. અંતમાં તેઓ જણાવે છે કે “ આ સાધુઓ નથી, પણ પિટભરાઓનું પેડું છે. અને જેઓ એમ કહે છે કે આ સાધુઓ તીર્થકરને વેશ પહેરે છે માટે વંદનીય છે. તેઓ ધિક્કારને પાત્ર છેઆ શિરળની વાતને પિકાર કોની પાસે કરીએ ?”૧ ઇત્યાદિ. આ. હરિભદ્ર જે કટુક સત્યનું આલેખન કર્યું છે તે ઉપરથી તેમની શુદ્ધ ધર્મ પ્રત્યેની સમજણ અને રુચિ કેવાં હતાં તે સ્પષ્ટ થાય છે. પરંતુ તેઓ વિકૃતિઓનું વર્ણન માત્ર કરી ચૂપ નથી રહ્યા, તેમણે એ વિકૃતિઓ નિવારવાના વિધાયક ઉપાયો પણ દર્શાવ્યા છે. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિને કેવી રીતે ઉપયોગ કરવો એ દર્શાવતાં તેઓ કહે છે કે “જિનદ્રવ્ય તે જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનારું મંગળદ્રવ્ય છે, શાશ્વતદ્રવ્ય છે અને નિધિદ્રવ્ય છે. એ જ રીતે શ્રાવકોને આગમની સૂક્ષ્મ વાતેના અધિકારી ઠરાવવા અને સૂત્રો
૧. જુઓ સબોધપ્રકરણ, પા. ૧૩-૧૮ તથા તેના સાર માટે જ પં. બેચરદાસ કૃત ‘જૈનદર્શન ની પ્રસ્તાવના પા ૧૨-૧૪.
૨. સં ધપ્રકરણ પા. ૪, ગા. ૯૬ થી.