________________
યશ તો આઠ વર્ષની અણથક મહેમત બાદ અકારાદિસૂચિના ચાર ભાગ તૈયાર કરનાર મુનિશ્રી વિનયરક્ષિતવિજયજીના ફાળે જ જાય છે.
-દરેક ગાથાની નીચે સંક્ષેપમાં તે ગાથા કયા ગ્રન્થની છે તે સૂચિત કરેલ છે અને સંક્ષેપોની સૂચિ આગળ સંકેત સૂચિમાં આપેલી છે. જ્યાં એકથી વધુ ગ્રન્થોમાં એકની એક ગાથા હોય ત્યાં મુખ્ય મુખ્ય ગ્રન્થોનું જ સૂચન કર્યું છે. અહિ એક બાબત નોંધવી જોઈયે કે વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક અને સંબોધસત્તરીમાં જે સ્વરૂપે ગાથાઓ મળે છે તે કરતાં જુદા જ
સ્વરૂપે એટલે કે ચરણોમાં ખૂબ જુદા પાઠવાળી ગાથા ઘણીવાર મૂળગ્રન્થોમાં જોવામાં આવી છે. પણ આ ત્રણ ગ્રન્થોના ટીકાકાર શ્રીએ જે પાઠને ધ્યાનમાં રાખીને ટીકા બનાવી છે તે પાઠ જ અમે સ્વીકાર્યો છે. -જ્યાં દેશ્ય શબ્દોનું સંસ્કૃતમાં રૂપાન્તર શક્ય ન હોય ત્યાં તે શબ્દના અર્થવાળુ સંસ્કૃત પદ () આ રીતે કાઉંસમાં આપેલ છે. દા.ત. વૈરાગ્ય શતકની ૨૦મી ગાથામાં તડપ્પડ' શબ્દ છે. તેની અક્ષરશઃ છાયા શક્ય ન હોવાથી “(ાલુકનીમતિ)” આ રીતે આપેલ છે
સંબોધસત્તરી અંગે : ‘સિરિસિરીવાલકહા” ની રચના દ્વારા શ્રીસંઘને અનુપમ આલંબન આપનારા પૂ. રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રન્થ ઉદ્ધત ર્યો છે. આ ગ્રન્થ પર પ્રાચીન બે વૃત્તિઓ મળે છે. જેમાંની એક મુદ્રિત છે તેમાં કુલ ૭૫ જેટલી ગાથાઓ પર વૃત્તિ મળે છે. આપણી સામે સંપૂર્ણ ગ્રન્થ ૧૨૫ ગાથાનો છે. જે ગાથાઓ