________________
પર વૃત્તિ મળતી નથી તેનું સૂચન અમે ‘*' આવી નિશાની દ્વારા કર્યું છે. આ ગાથાના મૂળસ્થાનો જોવાથી તેના પાઠો ઘણે સ્થળે જુદા અને વ્યવસ્થિત જણાયા માટે તે - તે સ્થળે તે મુજબ સુધારા કર્યા છે. આમ કરવાના કારણે પ્રચલિત વાચના કરતા ઘણે સ્થળે જુદા પાઠો અધ્યેતાને જોવા મળશે. જે તે-તે ગ્રન્થ મુજબના જ છે તે ધ્યાનમાં લેવું. તે તે ગાથાઓના અર્થ વિગેરેમાં જ્યાં પણ ક્ષતિ જણાય તે નિઃસંકોચ અમને જણાવવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ.
પ્રાન્ત, આ ગ્રન્થોના પઠન પુનરાવર્તન-મનનનિદિધ્યાસન દ્વારા આપણે સૌ ‘વૈરાગ્ય’ને આત્મસાત્ બનાવી પરમપદના ભોક્તા બનીએ એ જ એક શુભાભિલાષા. – આચાર્ય વયયોતિલકસૂરિ