________________
શાસનપ્રભાવક” નામની બે પદવીઓ શ્રી સંઘ દ્વારા અપાઈ તેની યાદગિરીરૂપ સુથરનયવાઓ નામની પ્રાયઃ ૭૫ આર્યાછંદમાં રચના કરી. આ રચના ઉપયોગી જાણીને પૂ.પા.આચાર્ય ભ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં પ્રકાશિત કરી અને તેમાં પં. અમૃતનો અને રચનાનો પરિચય ગુજરાતીમાં આપ્યો.
આ ઉપરાંત કેટલાક આચાર્યભ. અને મુનિભ.ની નિશ્રામાં સંપન્ન થતા ધર્મપ્રસંગોમાં તે તે ધર્મપ્રસંગને અનુરૂપ આર્યાછંદમાં પ્રાકૃત રચનાઓ કરી છે. સંસ્કૃત ભાષામાં તો જેમનો પોતા ઉપર પ્રારંભિક ઉપકાર હતો તે મુ.ભ.શ્રી ચતુરવિજયજી મ.ના સંબંધમાં સહજભાવે બે આર્યાછંદ રચેલા તે આ પ્રમાણે
मुनिचतुरो धीचतुरो भाषाचतुरश्च शास्त्रचतुरश्च । सम्पादनचतुरश्चतुरशालिशीलो जगच्चतुरः ॥१॥ चतुरविनेयो द्वेधा च चतुरगुरुरपि तथैव द्वेधाऽपि । जीयात् श्री चतुरविजयनामा मुनिपुङ्गवः सततम् ॥२॥ કિં બહુના ?
ખુદ અમૃતને પોતાને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે, વગર અભ્યાસે આવી રચના કેવી રીતે થઈ ? સાથે સાથે સમાધાન પણ મળે છે કે, જન્માંતરમાં કરેલી મ્રુતસેવા અને ગુરુસેવાના આશીર્વાદ જ ફળ્યા છે.
સન ૧૯૪૨માં પુરાતત્ત્વાચાર્ય મુનિજી શ્રી જિનવિ.ની સાથે જેસલમેર ગયેલ. ત્યાં તેમણે સિંધી ગ્રંથમાળામાં પ્રકાશિત કરવા માટે તાડપત્ર ઉપર લખાયેલા મહત્ત્વના ગ્રંથોની નકલો કરાવેલી, તેમાં મુળપાનત નંદ્યુરિયું ગ્રંથની નકલ કરાવેલી. આ ગ્રંથની કેવળ એક જ પ્રાચીન નકલ જેસલમેરમાં જ છે. મુનિજી (શ્રી જિનવિ.) ખૂબ જ કામના ભારણમાં રહેતા, મુંબઈ, અમદાવાદ, જયપુર અને ચિત્તોડ આ ચાર સ્થાનોમાં કોઈક અપવાદ સિવાય પ્રત્યેક મહિનામાં એકવાર તો જતા જ. દરમિયાનમાં અનવધાનથી ઉપર જણાવેલ iવુમિëિ ની પ્રેસકોપી છાપવા માટે મુંબઈ નિર્ણયસાગરપ્રેસમાં આપી અને આખો ગ્રંથ છપાઈ ગયો ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા ત્યારે મને પાટણથી બોલાવ્યો અને છપાયેલા ફર્મા આપીને કહ્યું કે આનું શુદ્ધિપત્રક બનાવી આપ. હવે આ કામમાં મૂળ હસ્તપ્રત જોવી હોય તો જેસલમેરથી મંગાવવી શક્ય જ ન હતી. આથી લિપિદોષના નિર્ણય કરવાના મહાવરાથી અમૃતે તેનું શુદ્ધિપત્રક બનાવ્યું. તેની વિશેષતા એ છે કે કોઈ કોઈ સ્થાનના સાચા પાઠોને ન સમજવાથી તેના પછી સાચો પાઠ જણાવવા ( ) આવા