________________
જીવન ચરિત્ર
પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે પોતાના હાથે જ લખેલી પોતાના જીવનના કેટલાક પ્રસંગોની નોંધ
૧. તા. ૩૦-૧૧-૧૯૧૪ (વિક્રમ સં. ૧૯૭૧ માગશર સુદિ ૧૩ સોમવાર) જન્મ. ૨. ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ. પાટણમાં. ૩. શ્રી યશોવિજયજી પાઠશાળામાં (મહેસાણા) એક વર્ષ સુધી ધાર્મિક અને સંસ્કૃત
ભાષાનો અભ્યાસ. ૪. શેઠશ્રી માણેકલાલ પ્રેમચંદ (મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ)ની પ્રેરણાથી
અમદાવાદમાં સવારે ડહેલાના ઉપાશ્રયે તથા બપોરે શાંતિસાગરના ઉપાશ્રયે (દેવસાના પાડા પાસે) સંસ્કૃતનો અભ્યાસ.
ત્યાર પછી૧. પ્રાયઃ ૧૯ વર્ષની વયે પાટણમાં પૂ. પા. આગમ પ્રભાકર મુનિ ભગવંતશ્રી
પુણ્યવિજયજી મ.ના ગુરુજી પૂ.પા.મુ.ભ. શ્રી ચતુરવિજયજી મ. પાસે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથની નકલ=પ્રેસકોપી કરવામાં તથા સટીક બૃહત્કલ્પસૂત્રના સંપાદન કાર્યમાં હ.લિ. પ્રતિઓ સાથે પ્રેસમેટર મેળવવાના કાર્યમાં સહકાર આપ્યો. પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરેલો નહીં, છતાં ઉપર જણાવેલ બૅ.ક.નું કાર્ય કરતાં મહાવરાથી કહો કે જન્માંતરની આરાધનાના ફળરૂપે કહો અથવા પૂ.પા. આગમ પ્રભાકરજી મ.ના અંતરના આશીર્વાદથી પ્રાકૃત ભાષામાં પ્રાયઃ આર્યાછંદમાં રચના કરવાની શક્તિ મળી. આના ઉદાહરણરૂપે આ.ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુભ.શ્રી જંબૂવિ.મ.ની આચાર્ય પદવી પ્રસંગે પૂ.મુ.ભ.શ્રી જંબૂવિજયજી મ.ના જીવનનિરૂપણરૂપ પ્રાકૃત ભાષામાં રચના કરી. ત્યાર પછી ભારતીયદર્શનના અધિકારી સુખ્યાત શ્રુતધર વિદ્વરેણ્ય મુનિ ભ. શ્રી જંબૂવિજયજી મ.સા.ને આજથી કેટલાંક વર્ષો પહેલાં શ્રીસિદ્ધગિરિ ઉપર (પાલિતાણામાં) “શ્રુતસ્થવિર અને