________________
૩૦૪
નિત્યનિયમાદિ પાઠ વંદન નામનું આવશ્યક કરું છું. સો ઇન્દ્રોએ વન્ય હોવાથી મારે પણ વન્ય છે એવા વીર જિનેન્દ્રને નમસ્કાર કરું છું. હે પ્રભુ! મારા જન્મમરણના ભયને ટાળો. હે શાંતિમય પ્રભુ ! મારાં પાપની નિવૃત્તિરૂપ શાંતિ મને આપો, હું પાપનો ભંડાર છું. દોષને પોષનાર, વઘારનાર, મારા દોષનો નાશ કરો.
૬. કાયોત્સર્ગ કર્મ કાયોત્સર્ગ વિઘાન કરૂં અંતિમ સુખદાઈ, કાય ત્યજનમય હોય કાય સબકો દુઃખદાઈ; પૂરવ દક્ષિણ નમું દિશા પશ્ચિમ ઉત્તર મેં, જિનગૃહ વંદન કરૂં હ૩ ભવ પાપ તિમિર મેં. ૨
હવે છેલ્લે કાયોત્સર્ગ નામનું આવશ્યક કર્મ કે જે સુખદાયક છે તે કરું છું. કાયા રોગાદિ અનેક પ્રકાર વડે દુઃખને જ આપનારી છે, છેવટે તો આ કાયા સર્વને છોડવાની જ છે, તથા અશરીરી ભાવ, મોક્ષભાવ થવા કાયોત્સર્ગ છે. માટે દેહભાવ, શરીરમાં આત્મપણાની બુદ્ધિ, દેહમમત્વ ત્યાગીને હું કાયોત્સર્ગમાં, મનને આત્મસ્વરૂપમાં તલ્લીન કરવા, આત્મભાવનામાં એકાગ્ર કરું છું. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ ફરીને તે તે દિશામાં રહેલાં સર્વ જિનમંદિરોને નમસ્કાર કરું છું અને સંસારકૃત પાપમય અંધકારનો નાશ કરું છું.
શિરોનતિ મેં કરું નમું મસ્તક કર ઘરિ મેં, આવર્તાદિક ક્રિયા કરું મન વચ મદ હરિ ૐ; તીનલોક જિનભવનમાંહિ જિન હૈ જુ અકૃત્રિમ, કુત્રિમ હૈ ય અર્થ દીપ માંહિ વંદ જિમ.૨૭